Forbes 2020ની લિસ્ટ જાહેર, અક્ષયે હોલિવુડના સેલિબ્રિટિઝને પણ પાછળ છોડી દીધા

PC: thestreet.com

બોલિવુડના ખેલાડીના નામથી જાણીતા સુપરસ્ટાર અક્ષય કુમારને ગત વર્ષે હિટ મશીનનું ટેગ આપવામાં આવ્યું છે. તે સારી એક્ટિંગની સાથાસાથ સ્ટંટ માટે પણ જાણીતો છે. અક્ષય કુમારે ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે અને તેના કારણે જ અનેક નિર્માતા તેની સાથે કામ કરવાનું પસંદ કરી રહ્યા છે. હવે તેનું નામ ફોર્બ્સ લિસ્ટ 2020માં સામેલ થઈ ગયું છે અને તે ભારતનો એકમાત્ર એવા એક્ટર છે જે હાઈએસ્ટ પેડ એક્ટરોના લિસ્ટમાં સામેલ થયો છે.

અક્ષયની દરેક ફિલ્મો બ્લોકબસ્ટર થવી જાણે પહેલાથી નક્કી હોય છે. તેની ફિલ્મો રીલિઝ થયા પહેલા જ સફળતાની કહાની લખાવાનું શરૂ કરી દે છે. આ સફળતા પાછળ અક્ષય કુમારની 25 વર્ષની સખત મહેનત છે. અક્ષય કુમારની આ જ વિશ્વનિયતાની સફળતા છે કે નિર્માતાઓ તેને ભરપૂર પૈસા આપે છે, પરંતુ અક્ષય કુમારે હવે એવું કામ કર્યું છે જેનાથી બોલિવુડના ત્રણે ખાન છોડો પરંતુ હોલિવુડના અનેક સુપરસ્ટાર્સ પણ ઈર્ષ્યા અનુભવશે. હવે ફોર્બ્સ (forbes 2020)નો આ વર્ષનો રિપોર્ટ જાહેર કરીને અક્ષય કુમારના દબદબાને સાબિત કરી દીધો છે. આ તાજા રિપોર્ટમાં, અક્ષય કુમાર એકમાત્ર એવો ભારતીય એક્ટર છે જેનું નામ વર્ષ 2020ના હાઈએસ્ટ પેડ એક્ટર્સના લિસ્ટમાં સામેલ છે. ફોર્બ્સ 2020ની હાઈએસ્ટ પેડ સેલેબ્સના લિસ્ટમાં અક્ષય કુમારે 52મું સ્થાન મેળવીને અનેક ઈન્ટરનેશનલ સેલેબ્સને પાછળ છોડી દીધા છે.

આ લિસ્ટનું કહેવું માનીએ તો આ સ્થાન મેળવ્યા બાદ અક્ષય કુમારે હોલિવુડ સ્ટાર વિલ સ્મિથ, જેનિફર લોપેઝ અને ઈન્ટરનેશનલ ટોપ પોપ સ્ટાર રિહાનાને પાછળ છોડી દીધા છે. રિપોર્ટમાં અક્ષય કુમારની વાર્ષિક આવક, 48.5 મિલિયન ડૉલર બતાવવામાં આવી છે. વેબસાઈટ Bollywoodlife.Comની ખબર અનુસાર, ફોર્બ્સ સાથે થયેલી એક વાતચીતમાં અક્ષય કુમારે પોતાની સફળતાનો રાઝ શેર કર્યો છે. તેણે કહ્યું હતું કે, પોતાની જાતને સમય અનુસાર બદલવી પડે છે. હાલ ફિલ્મોની કહાનીઓ બદલાઈ ચુકી છે, લોકોની વિચારવા અને જીવવાની રીત બદલાઈ ગઈ છે, દર્શકો બદલાઈ ગયા છે. ત્યાં સુધી કે મારા ચેકમાં લાગતા ઝીરોની સંખ્યા પણ બદલાઈ ગઈ છે. દરેક વસ્તુ બદલાઈ રહી છે. આ જ સફળતાનો મૂળ મંત્ર છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર જલદી જ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’માં નજરે પડશે. એ સાથે જ તે ‘લક્ષ્મી બોમ્બ’, ‘બેલબોટમ’ અને ‘પૃથ્વીરાજ’ જેવી ફિલ્મોમાં પણ નજરે પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp