‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ માટે આલિયા નહિ પણ આ અભિનેત્રી હતી ભણશાળીની પહેલી પસંદ

PC: koimoi.com/

જાણીતા નિર્દેશક સંજય લીલા ભણશાળીની આવનારી ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ની રીલિઝ ડેટ નક્કી થઈ ગઈ છે. ફિલ્મ આવતા વર્ષે સપ્ટેમ્બર માં રીલિઝ થશે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં આલિયા ભટ્ટ જોવા મળશે.

આલિયા સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’માં ડૉનની ભૂમિકામાં જોવા મળશે. આલિયાની આ ફિલ્મ મુંબઈ માફિયા પર આધારિત છે. ફિલ્મની વાર્તા લેખક એસ હુસેન જૈદીના પુસ્તક માફિયા ક્વીન્સ ઓફ મુંબઈમાંથી લેવામાં આવી છે. ફિલ્મમાં આલિયા મુંબઈની ખતરનાક મહિલા માફિયા ગંગૂબાઈના પાત્રમાં જોવા મળશે.

જોકે, આલિયા ભણશાળીની પહેલી પસંદ નહોતી. આ ફિલ્મ કમાઠીપુરાની મેડમ તરીકે જાણીતી ગંગુબાઈ કોઠેવાલીના જીવન પર આધારિત છે.

આલિયા પહેલા આ પાત્ર પ્રિયંકા ચોપરાને ઓફર કરવામાં આવ્યું હતું. પણ પ્રિયંકા પહેલા સંજય લીલા ભણશાળીએ આ પાત્ર રાની મુખર્જીને ઓફર કર્યું હતું. પણ રાની જોડે વાત નહિ બનતા સંજય પ્રિયંકાની પાસે ગયા. તે સમયે બાજીરાવ મસ્તાનીનું શૂટિંગ ચાલી રહ્યું હતું.

જોકે, ત્યાર પછીથી તો પ્રિયંકા ચોપરા હોલિવુડ તરફ વળી ગઈ હતી. આલિયાની સંજય સાથેની ફિલ્મ ઈંશાઅલ્લાહ માળિયે મૂકાઈ ગઈ ત્યાર બાદ સંજયે ગંગૂબાઈ પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ઈંશાઅલ્લાહમાં આલિયા સલમાન ખાન જોડે કામ કરવાની હતી. ફિલ્મની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી. પણ આગળ કામ નહિ થતાં તે ફિલ્મને બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો.

આલિયા પહેલીવાર કોઈ માફિયા ડૉનના પાત્રમાં રૂપેરી પરદે જોવા મળશે. ફિલ્મની રીલિઝ ડેટ 11 સપ્ટેમ્બર 2020 ફાઈનલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp