રાત્રે 2.30 વાગ્યે અમિતાભે કરી આ પોસ્ટ, લોકોએ આપ્યો આવો પ્રતિસાદ

PC: cnbcfm.com

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર ખૂબ જ એક્ટિવ છે. તેઓ અવારનવાર પિતાની કવિતાઓ, પોતાના ફોટા અને જોક્સ સહિત અનેક ખાટા-મીઠા અનુભવ શેર કરતા રહે છે. તા. 23મી ફેબ્રુઆરી ને રવિવારે તેમણે રાત્રિના 2.30 વાગ્યે એક ટ્વીટ કરી હતી. આ સાથે પોતાના બે ફોટા પણ પોસ્ટ કર્યા હતા. આ ટ્વીટમાં તેણે લખ્યું હતું કે, ટી-3450. લેન્સ અને લાઈટ્સના ક્રિએટિવ માસ્ટર મારી કલ્પનાને આકાર આપે છે.

 

દર વખતની જેમ આ વખતે પણ સૌથી પહેલો આભાર હું કેમેરા લેન્સનો કરું છું. બીજો આભાર આંખના લેન્સનો. જેણે ચશ્માની એક ફેશન સ્ટેટસ તરીકે શોધ કરી છે. આ સાથે તેમણે બે ફોટા અપલોડ કર્યા હતા. એમની આ પોસ્ટ પર દરેક લોકોએ જુદી જુદી પ્રતિક્રિયા આપી હતી. કોઈએ આ પોસ્ટને ગંભીરતાથી લીધી તો કોઈકે મજાક કરી હતી. એક યુઝરે લખ્યું હતું કે, સર હજુ સુધી સૂતા નથી? બીજા એક યુઝરે લખ્યું કે, કમ્પ્યુટરજીને પૂછો એમને ખબર હશે. એક યુઝરે એમના પુત્ર અભિષેકને લઈને સવાલ કરી દીધો હતો. એક યુઝરે લખ્યું કે, સર હું આપનો ચાહક છું. પણ કેટલાક લોકો કહે છે કે, તમારા કારણે અભિષેક બચ્ચનની કરિયર પાટે ચડતી નથી. શું આ સાચું છે. પ્લીઝ ખુલાસો કરો.

આ તમામ ફોટાને અમિતાભે પોતાના ઈન્સ્ટાગ્રામ ઉપર પણ શેર કર્યા હતા. આ સાથે તેમણે લખ્યું હતું કે, આ ચશ્માની ફેશનની શોધ કોણે કરી? જેણે પણ બનાવ્યું છે એ મસ્ત બનાવ્યું છે. આંખની આસપાસ જે ગડબડ થઈ ગઈ છે એ અહીં છુપાય જાય છે. આવનારા દિવસોમાં અમિતાભ બચ્ચનની ત્રણ ફિલ્મો આવી રહી છે. જેમાં 'ગુલાબો સિતાબો', 'ઝુંડ' અને 'ચેહરે'નો સમાવેશ થાય છે. આમાંથી એક ફિલ્મમાં તેમની સાથે આયુષમાન ખુરાનાએ પણ કામ કર્યું છે. જ્યારે અન્ય એક ફિલ્મમાં ઈમરાન હાશમીએ કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp