ટ્રોલરનો બીગ બીને સવાલ- મિલકત દાન કેમ નથી કરતા, અમિતાભે આપ્યો આ જવાબ

PC: indiatimes.com

અભિનેતા અમિતાભ બચ્ચને હાલમાં જ કોરોનાને માત આપીને સૌ કોઇના ચહેરા પર સ્મિત લાવી દીધું છે. મહાનાયકના કરોડો ફેન્સ છે, એવામાં કોઇ તેમને ટ્રોલ કરે એવું ભાગ્યે જ જોવા મળે છે. પણ પાછલા ઘણાં સમયથી લોકો બીગ બીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રોલ કરી રહ્યા છે.

યૂઝરનો બીગ બીને સવાલ- મિલકત દાન કેમ નથી કરતા

હાલમાં જ અમૂલના કારણે ટ્રોલ થયેલા અમિતાભને હવે અન્ય એક યૂઝરે પોતાના નિશાના પર લીધા છે. યૂઝરે અમિતાભને ગરીબોમાં પોતાની મિલકત દાન કરવાની વાત કહી દીધી. સવાલમાં કહેવામાં આવ્યું છે કે, તમે ગરીબોમાં દાન શા માટે નથી કરતા. મને વિશ્વાસ છે કે તમારા ખિસ્સામાં ખૂબ પ્રેમ અને ભગવાનની કૃપા છે. ઉદાહરણ સેટ કરવું જોઇએ. બોલવું સરળ છે, પણ ઉદાહરણ સેટ કરવું અલગ વાત છે. હવે આ પહેલીવાર નથી જ્યારે અમિતાભ બચ્ચનને તેમની ચેરિટીને લઇ સવાલ કરવામાં આવ્યા હોય. લોકડાઉન સમયે પણ આ પ્રશ્ન ઊભો થયો હતો કે અમિતાભ શા માટે કોઇની મદદ કરતા નથી.

અમિતાભે ગણાવી લાંબી લિસ્ટ

આ મુદ્દાઓ પર મોટે ભાગે શાંત રહેનારા અમિતાભ બચ્ચને આ વખતે ટ્રોલ્સને વળતો જવાબ આપ્યો છે. તેમણે પોતાના બ્લોગના માધ્યમે એક પૂરી લિસ્ટ ગણાવી દીધી, જેના દ્વારા સમજી શકાય છે કે કોરોના કાળમાં પણ અમિતાભ બચ્ચને દદિલ ખોલીને દાન કર્યું છે.

બીગ બી જણાવે છે કે, લોકડાઉન દરમિયાન રોજ 5000 લોકોને લંચ અને ડીનર કરાવ્યું છે. મુંબઈથી જનારા 12000 પ્રવાસી શ્રમિકોને જૂતા-ચપ્પલ આપ્યા છે. બિહાર અને ઉત્તર પ્રદેશ પહોંચાડવા શ્રમિકો માટે બસોની વ્યવસ્થા કરી છે. 2009માં તો સંપૂર્ણ ટ્રેન શ્રમિકો માટે બુક કરવામાં આવી હતી. જ્યારે રાજકારણને લીધે ટ્રેન કેન્સલ થઅ તો ઈન્ડિગોના 6 વિમાનો દ્વારા 180 પેસેન્જરોને તેમના ઘર સુધી પહોંચાડ્યા છે. પોતાના ખર્ચે 15000 પીપીઈ કિટ આપી છે. 10000 માસ્ક આપ્યા છે. દિલ્હીમાં શીખ સમુદાયના ચેરમેનને પણ ઘણું દાન કર્યું છે, કારણ કે તેઓ સતત ગરીબોને ભોજન કરાવી રહ્યા છે.

હવે આ પહેલીવાર છે, જ્યારે અમિતાભે પહેલીવાર ખુલીને પોતાના ચેરિટી વિશે વાત કરી છે. આ પહેલા તેમણે હંમેશા દાન કરવામાં વિશ્વાસ રાખ્યો છે. પણ ટ્રોલ્સ દ્વારા સતત બીગ બી પર નિશાનો સાધવામાં આવી રહ્યો છે અને તેમને સવાલો કરવામાં આવી રહ્યા હતા. એવામાં મહાનાયકે તેનો વળતો જવાબ આપ્યો છે. તેમનો આ બ્લોગ એ ટ્રોલ્સને જવાબ છે જેઓ સવાલ કરે છે કે અમિતાભે દાન કર્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp