કોરોના દર્દીઓની મદદ માટે આગળ આવ્યો ટીવીનો રામ, ખોલી કોવિડ હોસ્પિટલ

PC: instagram.com

દેશમાં હાલમાં કોરોના મહામારીની બીજી લહેરની વચ્ચે લોકોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના સંક્રમિત દર્દીઓને બેડ્સ, દવાઓ અને ઓક્સિજન સિલિન્ડરની અછત જોવા મળી રહી છે. આ મુશ્કેલીના સમયમાં ઘણાં સ્ટાર્સ જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવ્યા છે. દરેક પોત પોતાની રીતે દર્દીઓની મદદ કરી રહ્યા છે. તેની વચ્ચે હવે ટેલિવિઝન જગતના સિતારાઓ પણ મદદ માટે આગળ આવી રહ્યા છે. ટેલિવિઝન પર ભગવાન રામનું પાત્ર ભજવનારા અભિનેતા ગુરમીત ચૌધરી પણ લોકોની મદદ માટે આગળ આવ્યો છે. અભિનેતાએ હાલમાં જ નાગપુરમાં આસ્થા નામની એક કોરોના હોસ્પિટલ ખોલી છે. આ સેન્ટર ગુરમીતે ગરીબો અને મિડલ ક્લાસ લોકોને ધ્યાનમાં લઇ ખોલ્યું છે.

ગુરમીત ચૌધરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેના દ્વારા તેણે જણાવ્યું કે નાગપુરમાં તેણે આસ્થા નામની કોવિડ હોસ્પિટલ શરૂ કરી છે. તેણે હોસ્પિટલની તસવીરો પણ પોસ્ટ કરી છે. જેમાં ઘણાં દર્દીઓ અને બેડ્સ જોવા મળી રહ્યા છે. આ તસવીરને શેર કરતા ગુરમીતે લખ્યું કે, મને એ વાતની જાણ કરતા ખૂબ જ ખુશી થઇ રહી છે કે એક અસ્થાઇ કોવિડ સેન્ટરની શરૂઆત ડૉ. સૈય્યદ વજાહતલી અને ટીમની મદદથી કરી છે. કોરોના પીડિતોના કલ્યાણ માટે આ કોવિડ હોસ્પિટલનું કામ કરશે. મારું માનવું છે કે નાગપુર અને આસપાસના લોકોની મદદ માટે અમને વધુ કેન્દ્રોની જરૂરત છે. માટે અમારી મદદ માટે પહોંચો. પંકજ ઉપાધ્યાય અને દરેક ડૉક્ટરોને મારા તરફથી આભાર. 

View this post on Instagram

A post shared by Gurmeet Choudhary (@guruchoudhary)

તમને જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલા ગુરમીત ચૌધરીએ ટ્વીટ કરી જાહેરાત કરી હતી કે તે 1000 બેડની હોસ્પિટલ પટના અને લખનૌમાં ખોલશે. જેમાં મોર્ડન સુવિધાઓ રહેશે. તેણે લખેલું, મેં નક્કી કર્યું છે કે લખનૌ અને પટનામાં 1000 બેડની અલ્ટ્રા મોર્ડન હોસ્પિટલ ખોલીશ. આવી જ હોસ્પિટલો અન્ય શહેરોમાં પણ બનાવીશ. બસ તમારો સહકાર અને આશીર્વાદ જોઇશે. જય હિંદ. 

View this post on Instagram

A post shared by Gurmeet Choudhary (@guruchoudhary)

ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં આ મહામારી સાથે સંઘર્ષ કરી રહેલા દેશની મદદ માટે ઘણા બોલિવુડ કલાકારો પણ સામે આવ્યા છે. સલમાન ખાન, મિકા સિંહ, ફરહાન અખ્તર, ભૂમિ પેડનેકર જેવા કલાકારો કોરોનાથી પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp