રિતિક રોશને મુંબઈમાં 97.50 કરોડની કિંમતના બે ફ્લેટ ખરીદ્યા

PC: yahoo.com/

મહાનગર મુંબઈમાં ઘર લેવાનું સપનું ઘણા ઓછા લોકોનું સાકાર થાય છે. સ્વપ્ન નગરીમાં સપના સાકાર કરવા માટે આવતા અનેક કલાકરો જે તે ફ્લેટમાં રહીને કામ કરતા હોય છે. પછી આશિયાના શોધતા હોય છે. બોલિવુડ અભિનેતા રિતિક રોશન પોતાના ડાન્સ અને એક્ટિંગ માટે જાણીતો છે. ગત વર્ષે આવેલી એની ફિલ્મ 'વૉર'થી બોક્સઓફિસ પર સારી એવી કમાણી થઈ હતી.

કોરોના વાયરસના કાળમાં કલાકાર હાલમાં પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. હવે તેણે મુંબઈમાં પોતાના સપનાનું ઘર ખરીદ્યુ છે. મીડિયા રિપોર્ટ અનુસાર રિતિક રોશન છેલ્લા કેટલાક દિવસોથી એક નવું ઘર લેવાની તૈયારીમાં હતો. આ માટે પ્લાનિંગ પણ કરી રાખ્યું હતું. પણ હવે મુંબઈમાં એને સપનાનું ઘર મળી ગયું છે. આ ઘર ખરીદવા માટે તેણે ખૂબ મોટું રોકાણ કરવું પડ્યું છે. મુંબઈમાં રિતિક રોશને બે ફ્લેટ્સ ખરીદ્યા છે. જે 14,15 અને 16માં ફ્લોર પર છે. સી ફેસિંગ બિલ્ડિંગમાં આવેલા આ ફ્લેટ્સ જુહુ-વર્સોવા લિંક રોડ પર આવેલા છે. 38000 સ્ક્વેર ફીટમાં બનેલા આ ફ્લેટ્સ ખૂબ જ આલિશાન છે. આ માટે રિતિકે રૂ. 97 કરોડ ચૂકવ્યા છે. ટૂંક જ સમયમાં રિતિક પોતાના સામાન સાથે અહીં શિફ્ટ થઈ જશે. હાલમાં તે જુહુ વિસ્તારમાં આવેલા ઘરમાં અક્ષય કુમારની બાજુમાં રહે છે. આ ડીલ આ અઠવાડિયે જ થઈ હોવાનું મીડિયા રિપોર્ટમાંથી જાણવા મળ્યું છે. હાલમાં તે પોતાની આવનારી ફિલ્મ 'ક્રિશ-4'ની તૈયારી કરી રહ્યો છે. આ માટે તે દિવસ રાત મહેનત કરી રહ્યો છે. હાલમાં આ ફિલ્મની સ્ટોરી પર કામ ચાલી રહ્યું છે.

 

 
 
 
View this post on Instagram

. Couldn’t ask for a better view. . Or a more suited book . . #Coexist #doglovers

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on

જોકે, હજું આ ફિલ્મને પૂર્ણ થતા અનેક મહિનાઓનો સમય લાગી શકે છે. આ ફિલ્મ પહેલા તે એક્શન અને કોમેડી ફિલ્મ કરવા માગે છે. આ નવા ફ્લેટની ખાસ વાત એ છે કે, એમના ફ્લેટમાંથી દરિયાનો નજારો સરસ દેખાય છે. 6500 સ્ક્વેર ફિટના ટેરેસમાંથી આસપાસનો સિન પણ સારો દેખાય છે. એટલું જ નહીં 10 પાર્કિંગ સ્પોટ પણ આપવામાં આવ્યા છે. રિતિકે ડ્યુપ્લેક્સ માટે રૂ.67.5 કરોડ ચૂકવ્યા છે. જેમાં 27534 સ્ક્વેર ફિટની સ્પેસ છે. જ્યારે 14માં ફ્લોર પરના ફ્લેટ માટે રૂ. 30 કરોડ ચૂકવ્યા છે. જેમાં 11165 સ્ક્વેર ફીટ જગ્યા છે. જૂન મહિનાથી તે જુહુ ખાતે આવેલા ફ્લેટમાં રૂ.8.25 લાખનું ભાડું આપીને રહેતો હતો. લોકડાઉનના સમયમાં તેણે સી ફેસિંગ વ્યૂનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp