કંગનાએ વિક્રમાદિત્યને નાનો ભાઈ ગણાવ્યો, કહ્યું- ટૂંક સમયમાં તે અમારી ટીમમાં હશે

PC: livehindustan.com

મંડી લોકસભા સીટ પરથી BJP ઉમેદવાર કંગના રનૌત આ દિવસોમાં પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. ખાસ કરીને વિક્રમાદિત્ય સિંહ અને કંગના રનૌતના આરોપ-પ્રત્યારોપ સોશિયલ મીડિયાથી લઈને મીડિયા સુધી હેડલાઈન્સમાં છે.

કુલ્લુ પ્રવાસના બીજા દિવસે કોંગ્રેસ મંત્રી વિક્રમાદિત્ય સિંહ મંડીથી BJP ઉમેદવાર કંગના રનૌતના નિશાના પર રહ્યા. સિમસામાં તેમના ઘરની નજીક જનતાને સંબોધિત કરતી વખતે, તેમણે કહ્યું કે, જ્યારે વિક્રમ ભૈયાને પ્રેમથી રાજા બેટા કહેવામાં આવે છે, ત્યારે તેઓ મારા પર ગુસ્સે થઇ ગયા હતા. આ સિવાય કુલ્લુના અટલ સદનમાં કુલ્લવી પોશાકમાં પહોંચેલી કંગનાએ કુલ્લુ BJP મંડળના BJP અનુસૂચિત જાતિ મોરચા સંમેલનમાં કહ્યું કે, વિક્રમાદિત્યએ દિલ્હીના ઘણા ચક્કર લગાવ્યા છે અને હવે ટૂંક સમયમાં તે અમારી ટીમમાં જોવા મળશે.

તેમણે કહ્યું કે પપ્પુ, રાજા ભૈયા, રાજા બાબુ એ અભદ્ર શબ્દો નથી. આ શબ્દો નાનાઓ માટે પ્રેમથી કહેવામાં આવે છે. મારા રાજનીતિમાં આવવાને કારણે સૌથી મોટી સમસ્યા વિક્રમાદિત્ય સિંહને થઇ રહી છે. ક્યારેક મારા વિશે ગમે તેમ બોલે છે, તો ક્યારેક વિકાસની વાત કરે છે. તેમણે કહ્યું કે, વિક્રમાદિત્ય રાજ્ય સરકારમાં મંત્રી છે. તેમણે જનતાને જવાબ આપવો જોઈએ કે, કોંગ્રેસ સરકારે છેલ્લા 15 મહિનામાં લડાઈ સિવાય શું કર્યું.

કોંગ્રેસના નેતાઓ કંગનાને પેરાશૂટ ઉમેદવાર ગણાવી રહ્યા છે. કંગનાએ કુલ્લુમાં આનો જવાબ પણ આપ્યો. કંગનાએ કહ્યું, 'હવે વિક્રમાદિત્ય સિંહને મારી વાત ખરાબ લાગી રહી છે. વિક્રમાદિત્ય સિંહ હંમેશા કહે છે કે હું હિમાચલની નથી. હવે તે નક્કી કરશે કે, હિમાચલનું કોણ છે અને કોણ નહીં. મારો પરિવાર હિમાચલમાં રહે છે. પેઢીઓથી મારા પિતાનો ક્રશરનો વ્યવસાય છે, મારા દાદા ધારાસભ્ય છે અને તેઓ મને કહે છે કે હું હિમાચલની નથી.'

હિમાચલમાં કોંગ્રેસ ખંડિત થઈ ગઈ છે. હિમાચલ સરકારની વિદાય નિશ્ચિત છે. વિક્રમાદિત્ય મારો નાનો ભાઈ છે, મેં તેને આટલું સુંદર નામ આપ્યું છતાં, મારા પર ગુસ્સે થઇ ગયા. અગાઉ તે પોતે જ પૂછતો હતો કે મેં શું ખાધું છે. જ્યારે મેં જવાબ આપ્યો, ત્યારે તેઓ પલટી ગયા અને મને અશુદ્ધ બતાવી. કંગનાએ વિક્રમાદિત્યને પૂછ્યું કે, મહિલાઓને 1500 રૂપિયા મળ્યા, મોબાઈલ હેલ્થ વાન ચાલી, ફળની ખેતી કરતા ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ ફળોના ભાવ મળ્યા? ફરી એક વખત તેણે કહ્યું,... PM નરેન્દ્ર મોદી ભગવાન રામનો અંશ છે અને હું રામ સેતુની ખિસકોલી છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp