અયોધ્યા ચૂકાદા પર ઓવૈસીના ટ્વીટ પર કોઇનાએ જવાબ આપ્યો-મને મારા 40000 મંદિરો...

PC: toiimg.com/

બિગ બોસ 13 માં ભાગ લઇ ચુકેલી અભિનેત્રી કોઇના મિત્રા ઘણીવાર સોશિયલ મીડિયા પર વિવાદિત રાજકીય નિવેદનો આપતી આવી છે. બિગ બોસમાંથી બહાર નીકળ્યા બાદ તેણે ફરી એકવાર ટ્વિટ કરીને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધ્યું છે. ઓવૈસીએ વિવાદીત લેખ શેર કરતા એક ટ્વિટ કર્યું હતું કે મને મારી મસ્જિદ પાછી જોઇએ છે. ઓવૈસીના ટ્વિટને શેર કરતા કોઇના મિત્રાએ લખ્યું કે મને અમારા 40 હજાર મંદિરો પાછા જોઈએ છે. #IdiotOwaisi


ઓવૈસીનું આ ટ્વીટ રામ જન્મભૂમિ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને કરવામાં આવ્યું હતું. તેના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીનના અસલી માલિક તરીકે રામલાલા વિરાજમાનને માન્યતા આપી છે અને મસ્જિદ માટે 5 એકર જમીન અલગથી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે ઓવેસી આ નિર્ણયથી જરા પણ ખુશ નથી અને તે સતત આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

કોઇના વિશે વાત કરીએ તો તે હાલમાં બિગ બોસના ઘરની તેની યાત્રા થોડા સમય પહેલા પૂરી કરીને આવી છે. કોઇના મિત્રાના ગેમને લોકોએ ખૂબ પસંદ કરી હતી અને તેમના ચાહકો ટ્વિટર પર કોઇના ઘરની બહાર આવવાથી ઘણા ગુસ્સે થયા હતા. કોઇનાના ચાહકોનું કહેવું છે કે તેણે ઘરમાં પીઠ પાછળ ચુગલી નથી કરી. ટ્વિટર પર લોકોએ કહ્યું કે સલમાન ખાન કોઇના મિત્રાને બળજબરીથી ખોટી સાબિત કરી રહ્યો હતો કારણ કે તે દરેકના મોંઢા પર સત્ય બોલે છે. કોઇના મિત્ર અને શહનાઝ ગિલ ઘરમાં એકબીજા સાથે ઝઘડતા જોવા મળ્યા હતા, પરંતુ સલમાને કોઇનાનું નામ જાહેર કરતાંની સાથે જ બંને એકબીજાને ભૂલી ગયા હતા અને એકબીજાને ગળે લગાવી દીધા હતા. શહેનાઝે પણ કોઇનાની માફી માંગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp