સુશાંત ડ્રગ્સ કેસમાં NCBએ દાખલ કરી 30,000 પાનાની ચાર્જશીટ, રિયા સહિત...

PC: tv9hindi.com

સુશાંત સિંહ રાજપુત સ્યુસાઇડ કેસની આગ હજુ પણ પૂરી રીતે શાંત થઈ નથી, આ કેસને લઇને તપાસ સતત ચાલી રહી છે અને આજે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ડ્રગ્સ કનેક્શન કેસમાં (કેસ નંબર 16/20) કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. NCB ચીફ સમીર વાનખેડે પોતે જ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવા માટે પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે NCBની ભાષામાં કમ્પલેન્ટ કહેવાય છે અને પોલીસની ભાષામાં ચાર્જશીટ કહેવાય છે.

30 હજાર પેજથી વધારાની આ ચાર્જશીટ NCBએ આજે કોર્ટમાં દાખલ કરી છે. 12 હજાર પેજની હાર્ડકોપી અને CDમા પુરાવા આપ્યા છે. NCBએ મુંબઈ યુનિટ બોલિવુડ ડ્રગ્સ કનેક્શન બાબતે આજે પહેલી ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે સુશાંત કેસમાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન EDને ડ્રગ્સ સાથે જોડાયેલી ચેટ મળી હતી. ત્યારબાદ EDએ તે ચેટ NCBને આપી દીધી હતી. ત્યારબાદ આ કેસમાં NCBની એન્ટ્રી થઈ હતી અને તપાસ ખૂબ ઝડપથી આગળ વધી.

NCBની ચાર્જશીટમાં રિયા ચક્રવર્તી સહિત કુલ 33 લોકોના નામ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. તેમાં રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, દિપેશ સાવંત, સેમ્યુઅલ મિરાંડા અને ક્ષિતિજ પ્રસાદના નામ છે. પકડાઈ ગયેલા ડ્રગ્સ પેડલરના નામ એ સિવાય રિયા ચક્રવર્તીના નજીકના અને કેટલાક ડ્રગ્સ પેડલર સપ્લાયરના નામે પણ ચાર્જશીટમાં આરોપી તરીકે સામેલ છે. આ બધાની NCB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સ મળવા અને મળી આવેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોના રિપોર્ટ ફોરેન્સિક રિપોર્ટના સાક્ષીઓના નિવેદનના આધાર પર આ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે બૉલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત તેના એપાર્ટમેન્ટમાં ફાંસી પર લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ બોલિવુડ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સુશાંતના નિધન બાદ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મના મુદ્દાએ જોર પકડ્યો હતો. ત્યારબાદ આ કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યું હતું અને આ બાબતે સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈને જેલ પણ જવું પડ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp