3 હોસ્પિટલ બદલી, દુબઈથી 1 લાખનું ઇન્જેક્શન આવ્યું, 500 ફોન કર્યા તેમ છતા જીવ ગયો

PC: Dainikbhaskar.com

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની અંદર જુના ટપુનો રોલ ભજવનાર ભવ્ય ગાંધીના પિતાનું પણ કોરોનાના કારણે નિધન થયું છે. ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું નિધન 11 મેના રોજ થયું હતું. મહત્ત્વની વાત છે કે, કોરોના સંક્રમિત થયા બાદ વિનોદ ગાંધી છેલ્લા એક મહિનામાં અલગ-અલગ 3 હોસ્પિટલમાં દાખલ થયા હતા અને છેલ્લે 11 મેના રોજ કોકિલાબેન હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું.

આ બાબતે ભવ્ય ગાંધીની માતાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ ત્યારથી આવ્યો હતો. ત્યારથી જ મારા પતિ ઘણી તકેદારી રાખતા હતા. તે માત્ર સામાજિક અંતરનું પાલન કરતા નહોતા પરંતુ માસ્ક પહેરતા હતા અને હાથને વારંવાર સેનીટાઇઝરથી સાફ કરતા હતા. જોકે આટલું બધું ધ્યાન રાખવા છતાં પણ તેમને કોરોનાનો ચેપ લાગ્યો. 1 મહિના પહેલા તેમણે મને જણાવ્યું હતું કે મને સારું લાગતું નથી તેથી હું તારા રૂમમાં રહેશે નહીં.

યશોદા ગાંધી વધુમાં જણાવ્યું હતું કે, બીજા દિવસે હું એમના રૂમમાં ગઈ ત્યારે તેમને તાવના લક્ષણો જોવા મળ્યા હતા. એટલે મેં તેમને ડોલો ટેબલેટ આપી હતી અને ત્યારબાદ બપોરે તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો એટલે તાત્કાલિક તેમને ચેકિંગ કરવા માટે હું લઈ ગઈ હતી. ત્યારે તેમના શરીરમાં 5 ટકા ઇન્ફેક્શન હોવાનું સામે આવ્યું હતું અને તે સમયે ડોક્ટરે આઇસોલેશનમાં સારવાર લેવાનું કહીને ચિંતા જેવું કંઈ નથી તેવું જણાવ્યું હતું અને ત્યારબાદ ડૉક્ટરની દવા ચાલુ રાખવામાં આવી હતી.

ઘરમાં સારવાર દરમિયાન 2 દિવસ થયા પરંતુ તેમના તબિયતમાં કોઈ સુધારો જોવા મળ્યો ન હતો અને ત્યારબાદ તેમને બીજા ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા અને તેમનો બીજી વખત સીટી સ્કેન કરાવવામાં આવ્યો હતો. કારણ કે, તેમને દવાથી ફાયદો થાય છે કે, નહીં તે જોવા માટે પરંતુ બીજી વખત જ્યારે સીટી સ્કેન કરાવ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે, તેમના શરીરની અંદર ઇન્ફેક્શન વધી ગયું છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. અમને હોસ્પિટલમાં જગ્યા મળી નહીં. જે હોસ્પિટલમાં હું ફોન કરું ત્યારે એવું કહેતા કે BMCમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને જ્યારે તમારો નંબર આવશે ત્યારે તમને સામેથી ફોન આવશે અને અંતે ભવ્યના મેનેજરની મદદથી દાદરની હોસ્પિટલમાં ભવ્યના પિતા અને એક બૅડ મળ્યો હતો. 



હોસ્પિટલમાં દાખલ થયા બાદ વિનોદ ગાંધીને ICUમાં રાખવાની જરૂર પડી હતી એટલે ડૉક્ટરે બીજી હોસ્પિટલમાં દાખલ કરવાનું કહ્યું અને મેં 500 કરતા વધારે ફોન કર્યા પરંતુ એક પણ હોસ્પિટલમાં ICU ખાલી નહોતું. હોસ્પિટલથી લઈને રાજકારણીઓ, સામાજિક સંસ્થા અને ઓળખીતા તમામ લોકોનો સંપર્ક કર્યો અને અંતે પણ બેડ મળ્યો નહીં. હોસ્પિટલમાં એક પણ બેડ ન મળતાં મારો પરિવાર ભાંગી પડ્યો હતો અને તે સમયે અમે અમારી જાતને ખૂબ જ લાચાર સમજતા હતા પરંતુ ભગવાનની દયાથી ગોરેગાવની એક નાનકડી હોસ્પિટલમાં અમને ICU બેડ મળ્યો.

યશોદા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, મારા પતિના કારણે મારા દીકરા તથા મારા પુત્રવધૂને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો અને તે બંને ઘરમાં આઇસોલેશન સારવાર લઇ રહ્યા હતા. હું તેમનું અને ભવ્યના પિતાનો બંનેનું ધ્યાન રાખતી હતી. ડોક્ટરે તેમને રેમડેસિવીર ઈન્જેકશન આપવા માટે કહ્યું હતું અને અમે 6 ઇન્જેક્શન 8 ઇન્જેક્શનના ભાવમાં લાવ્યા હતા.

ત્યારબાદ ડોક્ટરે ટોક્સિન ઇન્જેક્શન લાવવાનું કહ્યું હતું પરંતુ આ ઇન્જેક્શન આપણા ભારતમાં બનાવવામાં આવતું હોવા છતાં પણ ભારતમાં ક્યાં મળ્યું નહીં અને અમારે 45 હજાર રૂપિયાનું ઇન્જેક્શન દુબઈથી 1 લાખ રૂપિયા ચૂકવીને મંગાવવું પડ્યું.

યશોદા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા વિનોદ ગાંધીને કોકિલાબેન હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવ્યા હતા પરંતુ તેઓને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવા માટે કોઇ તૈયાર ન હતું. હોસ્પિટલ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું હતું કે, પહેલા BMCમાં રજીસ્ટ્રેશન કરાવો અને ત્યારબાદ તેને હોસ્પીટલમાં એડમીટ કરવામાં આવશે. ડોક્ટરની આ વાત સાંભળીને મેં તેમને કહ્યું કે, દર્દી બેભાન છે અને વેન્ટિલેટર પર કોઈ આશા રહી નહોતી. એટલે હોસ્પિટલ વાળાએ અંતે તેમને દાખલ કર્યા. ત્યારબાદ હોસ્પિટલમાં એક બેડ આપ્યો અને છેલ્લા 15 દિવસથી તેઓ સારવાર લઇ રહ્યા હતા અને અંતે તેમને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો.

યશોદા ગાંધીએ એવું પણ જણાવ્યું હતું કે, મે છેલ્લે તેમને 23 એપ્રિલે દૂરથી જોયા હતા અને તે સમયે તેઓ બેભાન હતા તેમણે પણ મને જોઈ ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp