ટૂંક સમયમાં માતા બનશે શ્રેયા ઘોષાલ, આ નામ રાખશે સંતાનનું

PC: twitter.com

બોલિવુડ સિંગર શ્રેયા ઘોષાલ અને તેના પતિ શિલાદિત્ય મુખોપાધ્યાય ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. આ ખુશખબરી શ્રેયાએ સોશિયલ મીડિયા પર આપી છે. તેણે ટ્વીટ કરીને કહ્યું છે કે, બેબી શ્રેયાદિત્ય આવી રહ્યું છે. પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતો ફોટાને શેર કરીને શ્રેયાએ લખ્યું છે કે- બેબી શ્રેયાદિત્ય આવી રહ્યું છે. શિલાદિત્ય અને હું આ ખબર તમારા લોકો સાથે શેર કરીને ઘણું રોચાંચ અનુભવી રહ્યા છે. પોતાના લાઈફના નવા ચેપ્ટરની શરૂઆતની સાથે તમારા બધાના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.

શ્રેયા ઘોષાલની માતા બનવાની ખબરથી ફેન્સ વચ્ચે ઘણી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને યુઝર્સ સંગ બોલિવુડના સિતારાઓ તેમને કોમેન્ટ કરીને વધામણીઓ આપી રહ્યા છે. ઘણા ફેન્સે શ્રેયા અને તેના પતિને ઘણી બધી દુઆઓ આપી છે. શ્રેયાએ 2015માં શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા. આ બંને બાળપણથી એકબીજાને પસંદ કરતા હતા.

જણાવી દઈએ કે હાલમાં સિંગર હર્ષદીપ કૌર અને તેના પતિ મનકીત સિંહે પુત્રનું સ્વાગત કર્યું છે. હર્ષદીપે થોડા સમય પહેલા જ પોતાના પતિ સાથે કરાવેલા પ્રેગનન્સી ફોટોશૂટના ફોટા શેર કરીને જણાવ્યું હતું કે તેમનો પુત્ર આ દુનિયામાં આવી ગયો છે. હર્ષદીપ અને શ્રેયા સિવાય સિંગર નીતિ મોહન પણ પોતાના પહેલા બાળકના સ્વાગત માટે તૈયાર છે. જણાવી દઈએ કે શ્રેયા ઘોષાલે પોતાને પ્રેગનન્સી દરમિયાન પણ વ્યસ્ત રાખી છે.

 
 
 
View this post on Instagram

A post shared by NEETI MOHAN (@neetimohan18)

તેણે 2020માં લોકડાઉનમાં પોતાના ભાઈ સૌમ્યદીપ સાથે મળીને સંગીત બનાવ્યું હતું. શ્રેયાએ કહ્યું હતું કે, 2020માં લોકડાઉનને કારણે કે તેને પોતાના પરિવાર સાથે સમય પસાર કરવાનો અને રિયાઝ કરવા માટે ઘણો સમય મળ્યો હતો. તેણે સાદગી સાથે લાઈફ જીવતા શીખી છું. સાથે જ એ વાતનો અહેસાસ થયો કે ઘણી સાધારણ વસ્તુઓ જેવી કે બાગની દેખભાળ કરવી, સફાઈ અને ખાવાનું એન્જોય કરવા જેવો છે. તે સિવાય ટીવી ઈનડ્સ્ટ્રીના એક્ટર કપલ સુશાંય રાય પણ ઓગષ્ટમાં પોતાના પહેલા બાળકના જન્મની તૈયારીઓ કરી રહ્યું છે. તે સિવાય કરીના કપૂર ખાને બીજી વખત છોકરાને જન્મ આપ્યો હતો અને તે પહેલા જાન્યુઆરીમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને ત્યાં છોકરીનો જન્મ થયો હતો.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp