સિદ્ધાર્થ શુક્લા અને શેહનાઝ ગીલનું છેલ્લું સોંગ રીલિઝ, 50 લાખવાર જોવાયું

 

Bigg Boss 13 વિનર સિદ્ધાર્થ શુક્લાના નિધનને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે, ત્યારે સિદ્ધાર્થ અને શેહનાઝ ગીલનું છેલ્લું સોંગ રીલિઝ થઇ ગયું થે. તેના અચાનક મોટે દરેકને હેરાન કરી દીધા હતા. સિદ્ધાર્થ શુક્લાનું નિધન ગયા મહિને 2 સપ્ટેમ્બરના રોજ થયું હતું. તેના નિધન બાદ દરેકને સિદ્ધાર્થ શુક્લાની ખાસ મિત્ર શેહનાઝ ગિલની ઘણી ચિંતા રહે છે. ફેન્સ શેહનાઝ ગિલ માટે સતત દુઆઓ કરી રહ્યા છે કે તેને આ મુશ્કેલ સમયમાં હિંમત મળે.

થોડા દિવસ પહેલા એક વીડિયો સામે આવ્યો હતો, જે વીડિયો જોયા બાદ ફેન્સ ઈમોશનલ થઈ રહ્યા છે. શેહનાઝ ગિલના આ વાયરલ વીડિયોને તેના એક ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે શેહનાઝ ગિલ ખૂબ ઈમોશનલ નજરે પડી રહી છે.  

 
 
View this post on Instagram

A post shared by shehnaaz Gill Fanpage🦋 (@shehnaazgillpvt)

શેહનાઝનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દીપક ઝા નામના એક યુઝરે લખ્યું કે તમે ખૂબ જ સ્ટ્રોંગ છો અને તમારે થવું પણ જોઈએ. દુનિયાની દરેક ઊંચાઈઓ તમે મેળવો. અમે ભગવાનને એક પ્રાર્થના કરીએ છીએ. ગીતાંજલિ ગુલાટી નામના ટ્વીટર યુઝરે તેને પંજાબની શેરની કહી દીધી. અન્ય એક યુઝરે લખ્યું કે અમે તમારું Bigg Boss જોઈને ખૂબ જ ખુશ થતા હતા. તમારે આગળ વધીને સિદ્ધાર્થના સપનાઓને પુરા કરવાના છે, હિંમતથી કામ લેવાનું છે તમારે.

સોંગનું નામઃ હેબિટ

સિંગરઃ શ્રેયા ઘોષાલ અને આર્કો

મ્યૂઝીક ડિરેક્ટરઃ આર્કો

ગીતકારઃ કુમાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp