વડાપ્રધાન બનવાની વાત પર સોનૂ સુદે જાણો શું કહ્યું

PC: instagram.com

હાલ દેશમાં કોરોનાની બીજ લહેરને લીધે ઘણી ખરાબ હાલત જોવા મળી રહી છે, જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે સામાન્ય માનવીથી લઈને બોલિવુડ સિલેબ્સ પણ મદદ માટે આગળ આવી રહ્યા છે. બોલિવુડમાં પોતાની એક્ટિંગથી સોનૂ સુદે લોકોને પોતાના દિવાના તો બનાવ્યા જ છે પરંતુ કોરોનાકાળ દરમિયાન લોકોની મદદ કરીને તે મહાન બની ગયો છે. સોનૂ સુદ છેલ્લા એક વર્ષથી લોકો માટે સારું કામ કરી રહ્યો છે. જેના કારણે તેણે આખા દેશના લોકોના દિલમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે. હાલમાં જ બોલિવુડની ડ્રામા ક્વિન રાખી સાવંતે સોનૂ સુદ માટે કહ્યું હતું કે તેને દેશનો વડાપ્રધાન બનાવી દેવો જોઈએ. જ્યારે હવે સોનૂ સુદે રાખીના આ સ્ટેટમેન્ટ પર પોતાનો જવાબ આપ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

અસલમાં મંગળવારે સોનૂ સુદ પોતાના ઘરની નીચે મીડિયા કર્મીઓને શરબત પીવડાવવા માટે આવ્યો હતો. તે  વખતે તેને રાખીના આ સવાલનો જવાબ પૂછવામાં આવ્યો હતો. સોનૂએ આ અંગે વાત કરતા કહ્યું હતું કે તે જ્યાં છએ ત્યાં જ બરાબર છે. તે આપણું કામ નથી. અને આપણા ભાઈ લોકો ઊભા છે તો હું શું કરીશ ઈલેક્શન લડીને. જણાવી દઈએ કે રાખી સાવંતનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે સોનૂ સુદ, સલમાન ખાન અને અમિતાભ બચ્ચનના વખાણ કરતી જોવા મળે છે.

તેણે કહ્યું હતું કે આ ત્રણેય આપણા દેશના અસલી હીરો છે. તેની સાથે રાખીએ એ પણ કહ્યું હતું કે, જો દેશનું સારું ઈચ્છતા હોવ તો હું કહું છું કે સોનૂ સુદ અથવા સલમાન ખાનને આ દેશના વડાપ્રધાન બનાવવા જોઈએ કારણ કે દેશના અસલી હીરો તો તેઓ જ છે. સોનૂ સુદ હાલમાં કોવિડ-19 સામે લડનારા લોકો માટે હોસ્પિટલના બેડ, ઓક્સિજન અને દવાઓની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે. આ પહેલા તેણે ક્રિકેટર સુરેશ રૈનાની પણ મદદ કરી હતી.

જણાવી દઈએ કે સુરેશ રૈનાએ પોતાની આન્ટી માટે મેરઠમાં ઓક્સિજન સિલિન્ડર આપવા માટે લોકોને અપીલ કરી હતી, જેને સોનૂ સુદે 10 મિનિટમાં પૂરી કરી દીધી હતી અને આ અંગે રૈનાએ તેનો આભાર પણ માન્યો હતો.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp