દિશા સાલિયાન આત્મહત્યામાં લાગેલા આરોપો પર પહેલીવાર બોલ્યો સૂરજ પંચોલી

PC: twitter.com

સુશાંત સિંહ રાજપૂત કેસમાં સતત સૂરજ પંચોલીનું નામ સામે આવ્યા પછી પહેલીવાર અભિનેતાએ મૌન તોડ્યું છે. આ મામલામાં રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. સૂરજ પંચોલીએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં પોતાના પર લાગેલા આરોપને ખોટા ગણાવ્યા અને કહ્યું કે, જો મારા પર લગાવવામાં આવેલા આરોપ સાચા સાબિત થયા તો હું પરિણામ ભોગવવા માટે તૈયાર છું. અભિનેતાએ ભાજપા નેતા નારાયણ રાણેના આરોપોને ખોટા ગણાવ્યા છે.

બોલિવુડ અભિનેતા સૂરજ પંચોલીએ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરી. જેમાં તેણે પોતાના પર લાગેલા દરેક આરોપો વિશે વાત કરી છે. સૂરજ પંચોલીએ કહ્યું કે, ખોટા આરોપોને કારણે તે ઘણો પરેશાન છે. તેણે કહ્યું કે, મારા પર જે આરોપો લગાવવામાં આવ્યા છે તે પાયા વિનાના છે. જેનાથી હું અને મારો પરિવાર ખૂબ પરેશાન છે. દિશા સાલિયાનનો પરિવાર પણ પરેશાન છે. સૂરજ પંચોલીએ ફરી કહ્યું કે, તે દિશાને ઓળખતો પણ નહોતો અને ક્યારેય તેને મળ્યો પણ નથી. જણાવી દઇએ કે, હાલમાં જ સૂરજનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેની સાથે અથિયા શેટ્ટી પણ છે. આ તસવીરમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં સૂરજની સાથે દિશા પણ છે. જેને લઇ સૂરજે વાત કરી છે.

સૂરજ પંચોલીએ કહ્યું કે, જે લોકો મારા પર ખોટા આરોપો લગાવી રહ્યા છે તેઓ મારી જિંદગીને ખરાબ કરી રહ્યા છે. મને નથી ખબર કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી કે નહીં પણ આ લોકો મને જરૂર આત્મહત્યા કરવા તરફ ધકેલી રહ્યા છે. સૂરજ પંચોલીએ પાર્ટીનો ઉલ્લેખ પણ કર્યો છે. તેણે કહ્યું કે, 13 જૂનના રોજ તેના ઘરે કોઇ પાર્ટી નહોતી. સૂરજે કહ્યું કે, ડિનો મોરિયા તેનો મિત્ર છે. પણ આદિત્ય ઠાકરે સાથે તેનું કોઇ કનેક્શન નથી.

 
 
 
View this post on Instagram

❤️ #GoneTooSoonBrother 💔

A post shared by Sooraj Pancholi (@soorajpancholi) on

સુશાંત સિંહ રાજપૂત સાથે પોતાના સંબંધને લઇ સૂરજે કહ્યું કે, તેની મુલાકાત સુશાંત સાથે સૌથી પહેલીવાર એક્ટિંગ ક્લાસ સમયે થઇ હતી. ત્યાર પછી સુશાંત સ્ટાર બની ગયો. અહીં ઈન્ડસ્ટ્રીના લોકો મળતા રહે છે તેવી રીતે જ સુશાંતને મળ્યો. અમે એક મિત્રના ઘરે મળ્યા હતા. સુશાંતે મારો નંબર લીધો. મેં સુશાંતની ફિલ્મ રાબતાની સ્ક્રીનિંગ અટેન્ડ કરી હતી. મારી સુશાંત સાથે ખૂબ જ ઓછી વાત થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp