સુરતનો રત્નકલાકાર બન્યો ફિલ્મનો હીરો

PC: Khabarchhe.com

આજથી સિનેમાઘરોમાં ગુજરાતી કોમેડી ફિલ્મ ‘હંગામા હાઉસ’ રીલિઝ થઈ છે. ફિલ્મમાં સુરતનો એક વખતનો રત્ન કલાકાર જીતકુમાર મુખ્ય ભૂમિકામાં છે. આ જ ફિલ્મથી ફાલ્ગુની પાઠક પણ પ્લે બેક સિંગિંગમાં પદાર્પણ કરી રહ્યા છે.

સુરતની આઇ. સી. ગાંધી સ્કૂલમાં ભણેલા અને કતારગામમાં રહેતા જીતે ટેક્સટાઇલ માર્કેટમાં પણ કામ કર્યું હતું. નાનપણથી ફિલ્મ કલાકાર બનવાની ઇચ્છા હતી પણ તક ન મળતા સાતેક વર્ષ અગાઉ પરિવારની મરજી વિરુદ્ધ મુંબઈની વાટ પકડી હતી. મુંબઈમાં મોડલિંગ કર્યા બાદ હવે તેને ભારે સંઘર્ષ બાદ તક મળી અને તે પોતાની ફિલ્મ અંગે ભારે ઉત્સાહિત છે. જીતે આ અંગે કહ્યું કે, ઘણા ઑડિશન અને સંઘર્ષ બાદ આ ફિલ્મ મળી છે. તેની બીજી ફિલ્મ 'રંગ' દિવાળી બાદ રીલિઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp