ઉનાળામાં એલિગન્ટ લુક અને કમ્ફર્ટ મેળવવા માટે ટ્રાય કરો અલગ-અલગ પ્રકારના પ્લાઝો

PC: lilyboutique.com

સમર સિઝનમાં રેગ્યુલર શૉટ્સ ઉપરાંત કંઈક નવું ટ્રાય કરવા માંગતા હો તો એવરગ્રીન પ્લાઝોના ડિફરન્ટ લુક્સ ટ્રાય કરો. પ્લાઝો કમ્ફર્ટેબલ હોવાની સાથે જ તે સ્ટાઈલિસ્ટ લુક પણ આપે છે. પ્લાઝોની ઘણી સ્ટાઈલ્સ છે. તમે પ્લાઝોની સાથે શોર્ટ, લોંગ કુર્તી પહેરી શકો છો, આ ઉપરાંત તેની સાથે ક્રોપ ટોપ કે ટી-શર્ટ પણ ટ્રાય કરી શકાય. યંગ લુક માટે કોન્ટ્રાસ્ટ શેડ્સ પસંદ કરો.

ફ્લેયર્ડ પ્લાઝો

ફ્લેયર્ડ પ્લાઝો લોંગ સ્કર્ટ જેવો જ દેખાય છે. તેની સાથે તમે ટોપ, કુર્તી અને શર્ટ પહેરી શકો.

પ્લીટેડ પ્લાઝો

તેમાં સાડીની જેમ નાની-નાની પ્લીટ્સ હોય છે. તેની સાથે તમે શોર્ટ ટોપ્સ અને એ લાઈન કુર્તી મેચ કરી શકો છો.

ટ્રાઉઝર પ્લાઝો

ટ્રાઉઝર પ્લાઝો વેસ્ટની પાસે પેન્ટ જેવી ફિટ હોય છે અને તેમાં આગળની તરફ ઝીપ હોય છે. ફોર્મલ લુક માટે તમે તેની સાથે શર્ટ અથવા જેકેટ પહેરી શકો છો.

ક્રોપ્ડ પ્લાઝો

તેની લેન્થ એન્કલ કરતા ત્રણ-ચાર ઈંચ ઉપર હોય છે. તેની સાથે ટોપ જ સારા લાગશે.

સાઈડ સ્લિટ પ્લાઝો

એલીગન્ટ લુક માટે સાઈટ સ્લિટ પ્લાઝો એકદમ પરફેક્ટ ચોઈસ છે. તેમાં સાઈડમાં કટ હોય છે. તેની સાથે કુર્તી, ફોર્મલ શર્ટ અથવા ટીશર્ટ ટીમઅપ કરો.

પ્રિન્ટેડ પ્લાઝો

તમે કંઈક અલગ કરવા માગતા હો તો વાઈબ્રન્ટ અથવા બિગ પ્રિન્ટ્સ પ્લાઝો ટ્રાય કરો. બેલેન્સ્ડ લુક માટે તેની સાથે સિંગલ શેડનું પ્લેન ટોપ પહેરો. તેની સાથે પ્રિન્ટેડ ટોપ પહેરવાનું અવોઈડ કરો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp