વેલેન્ટાઈનના દિવસે સુંદર દેખાવા માટે અપનાવો આ ટીપ્સ

PC: twitter.com

આજે વેલેન્ટાઈન ડે છે. વેલેન્ટાઈન ડેના દિવસે પોતાના પાર્ટનરની સામે સૌથી સુંદર દેખાવા માટે તમે તમામ બ્યૂટી ટીપ્સ અને ટ્રીક્સ અંગે વિચારી રહ્યા હશો. તો ચાલો જોઈએ લઈએ વેલેન્ટાઈન ડેના આખા દિવસ દરમિયાન તમે કેવી રીતે સુંદર લાગી શકશો.

આ ખાસ દિવસની શરૂઆત ચહેરા પર મલાઈ અને હળદરના મિશ્રણને લગાવીને કરો. 10 મિનિટ પછી ચહેરાને પાણીથી ધોઈ નાખો. તેનાથી તમારી ત્વચા સાફ થઈ જશે અને ચહેરાને રોનક મળશે.

ચેહરાની રંગત ચમકાવવા માટે બેસન, ચંદન અને હળદરનું ફેસપેક બનાવીને પણ લગાવવાનું શરૂ કરી શકો છો. તેનાથી તમારા ચહેરા પર ગ્લો આવશે.

ગુલાબજળમાં કોટન પેડ ડુબાડીને તેને ફ્રીઝમાં મૂકો. પહેલા ફેસને ધોઈ લો અને પછી આ કોટનની મદદથી ચેહારનો મસાજ કરો. પીક મી અપ ફેસ માસ્કથી પણ તમારી ત્વચા ચમકીલી બની જશે.

મધમાં ઈંડુ ભેળવીને ચહેરા પર લગાડતા તમારી ડ્રાય થઈ ગયેલી ત્વચા નરમ થઈ જશે અને ત્વચા પરનો મેલ પણ દૂર થશે.

ફેશિયલ સ્ક્રબનો ઉપયોગ કરો. તેનાથી ત્વચાના ડેડ સેલ્સ નીકળી જશે અને ત્વચા ગ્લો કરતી દેખાશે. અખરોટના પાવડર, એક ચમચી મધ અને એક ચમચી દહીં મિક્સ કરીને તમે ફેશિયલ સ્ક્રબ ઘરે બનાવી શકો છો. તેને 15 મિનિટ ચહેરા પર રહેવા દીધા પછી હાથેથી મસાજ કરવો જોઈએ.

સુકાયેલા અને વાટેલા લીમડાના પાનને પણ ફેસ પેકમાં સામેલ કરી શકો છો. તેનાથી ચહેરાની ચમક વધી જાય છે. લીમડાના પાનમાં બે ચમચી ચોખાનો લોટ, બે ચમચી ગુલાબ જળ અને એક ચમચી દહીં મેળવીને બનાવેલી પેસ્ટને આંખ ને હોઠને છોડીને બાકીના ચહેરા પર લગાડવી જોઈએ.

ચહેરા પરનો ગ્લો વધારવા માટે ફ્રુટ પેક પણ ઘણી મદદ કરે છે. તમને તૈયાર ફ્રુટ પેક પણ મળી જશે અથવા પાકેલા પપૈયા અને કેળાને મશળીને તેમાં તમે સફરજનને વાટીને મિક્સ કરી ચહેરા પર લગાવી શકો છો. તેમાં તમે દહીં થવા લીંબુનો રસ પણ નાખી શકો છો. અડધો કલાક સુધી ચહેરા પર લગાડ્યા પછી પાણીથી ધોઈ નાખો.

ઓઈલી સ્કીન માટે મુલતાની માટી અને ગુલાબ જળને મિક્સ કરી ચહેરા પર લગાડવામાં આવતા તમારા ચહેરા પરનું ઓઈલ ગાયબ થઈ જશે અને ગ્લો આવશે.

   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp