બર્ગરથી થતા આ નુકસાન વિશે જાણશો તો ચોંકી જશો

PC: cookingchanneltv.com

આજકાલ લોકો ફાસ્ટફૂડને અત્યંત પસંદ કરે છે અને એમાંય બર્ગર ખાનારો વર્ગ ઘણો મોટો છે. બર્ગરને કારણે લોકોને સ્વાદ પણ મળે છે અને એના કારણે ઘણો સમય પણ બચી જાય છે. પરંતુ શું તમને ખબર છે કે બર્ગર ખાવાના અનેક ગેરલાભો પણ છે. ભલે તમે રોજ બર્ગર ન ખાતા હો, પરંતુ ક્યારેક ખાધેલું એક બર્ગર પણ તમારા માટે ઘણી મુશ્કેલી ઊભી કરી શકે છે.

બર્ગરમાં અત્યંત વધુ પ્રમાણમાં કેલરી હોય છે, જે આસાનીથી તમારું વજન વધારી શકે છે. વળી બર્ગરનો પેટમાં બહુ ઓછા સમય સુધી આધાર રહે છે, જેને કારણે તમારે ફરીથી ખાવું પડે છે અને એનાથી તમારે બીજી વધારાની કેલરી લેવી પડે છે.

આ પ્રકારના ફાસ્ટફૂડને કારણે ધમનીઓ બગડે છે અને એના કારણે બ્લડ ફ્લોમાં ઘણી મુશ્કેલી આવે છે. તમને ખબર નહીં હોય, પરંતુ બર્ગરનો એક બાઈટ માર્યા પછીની પહેલી પંદર મિનિટમાં જ તમારા શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. આ કારણે ઈન્સુલિનનો સ્ત્રાવ વધુ ઝડપે થાય છે અને આ કારણે તમને ફરી ભૂખ લાગે છે. આ પ્રક્રિયા જો વારંવાર કે સમયાંતરે પણ થતી રહે તો તમે સિવિયર ડાયાબિટિઝના પેશન્ટ બની શકો છો.

તો બર્ગરના વધુ પડતા સેવનને કારણે વિટામિન ડી અને કેલ્શિયમની કમી પણ સર્જાય છે, જેને કારણે હાડકાં પણ નરમ થઈ જાય છે. ઈનશોર્ટ બર્ગર તમને અનેક રીતે નુકસાન કરે છે ત્યારે તેનો સદંતર ત્યાગ કરવો કોઈ પણ હેલ્થ કોન્સિયસ માણસ માટે મહત્ત્વનું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp