કોરોના વાયરસ મહામારી વચ્ચે ગ્રોસરીને કઈ રીતે સેનેટાઈઝ કરશો?

PC: assettype.com

જો તમે એ વાતને લઈને પરેશાન હોઉં કે જે ભોજન તમે ખાઓ છો કે જે કરિયાણાનો સામાન તમે ઘરે લાવો છો, તે કોવિડ- 19થી સુરક્ષિત છે કે નહીં? તો તમારી મદદ માટે જણાવી દઈએ કે, આ વાયરસ ખાવાનાની અંદર જોવા મળતો નથી.

જોકે, જે પેકેજ્ડ ગ્રોસરી તમે ઘરે લાવો છો, તેને સાફ કરવી જરૂરી છે કારણે વાયરસ મેટલ અને પ્લાસ્ટિક પર મોજૂદ હોય છે. અમે તમે ગ્રોસરી સાફ કરવાથી સંબંધિત દરેક જરૂરી સવાલોના જવાબ આપી રહ્યા છે.

શું શાકભાજી કે ફળ સેનેટાઈઝર કે સાબુના પાણીથી ધોવા જોઈએ?

એ વાતની કોઈ સાબિતી નથી કે સેનેટાઈઝર શાકભાજી અને ફળોમાં મોજૂદ વાયરસને મારી શકે છે. શાકભાજી કે ફળોને સાબુ કે ડિસઈન્ફેક્ટેંટ પાણીમાં બોળવાની જરૂર નથી. જો તે તમારી પ્રોડક્ટમાં જતુ રહેશે, તો તમે બીમાર થઈ શકો છો. તેના કરતા શાકભાજી બનાવતા પહેલા તેને સારી રીતે બેકિંગ સોડા કે પાણીથી ધોઈ લો.

દાળ, ચોખા જેવા પેકેજ્ડ ગ્રોસરીને કઈ રીતે સેનેટાઈઝ કરી શકાય?

ગ્રોસરી પેકેટ કે બોક્સને સાફ કરવા માટે ડિસઈન્ફેક્ટેંટ વાઈપ કે ડિસઈન્ફેક્ટેંટ છાંટી એક કપડાનો ઉપયોગ કરો. આ વાઈપ કે કપડાનો ઉપયોગ કરી તેને ફેંકી દો. જલદી ખરાબ ન થાય તે પ્રકારની ગ્રોસરીને ઘરે લઈ જતા પહેલા થોડા સમય માટે તડકામાં રાખો.

દૂધના પેકેટને કઈ રીતે સાફ કરશો?

દૂધના પેકેટ કે થેલીને ડિસઈન્ફેક્ટેંટ વાઈપ કે ડિસઈન્ફેક્ટેંટ છાંટી એક કપડાથી સાફ કરો. જોકે, દૂધને સ્ટોર કરતા સમયે તેના પેકેટને સાફ જગ્યાએ રાખો.

ગ્રોસરી શોપિંગ સમયે કઈ વાતોનું ધ્યાન રાખશો

  • જાહેર સ્થળોએ માસ્ક પહેરવો જરૂરી
  • ભીડવાળી દુકાનમાં જવાથી બચો
  • દુકાનમાં એકબીજાથી ઓછામાં ઓછું 2 મીટરનું અંતર જાળવી રાખો
  • ઘરની બહાર નીકળ્યા પછી ફોન સ્પર્શ કરવાથી બચો
  • દુકાનમાં પ્રવેશ કરતા પહેલા અને બહાર નીકળ્યા પછી હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરો
  • ઘરે પાછા ફર્યા પછી 20 સેકન્ડ સુધી હાથ સાફ કરો
  • પોતાના ડિલીવરી પાર્સલ, ગ્રોસરી સામાન અને ખરાબ ન થનારી વસ્તુઓને થોડા સમય માટે તાપમાં મૂકી દો અને પછી ઘરમાં લાવો

શું શોપિંગ કરતા સમયે ગ્લવ્સનો ઉપયોગ કરવો જોઈએ?

સરકારે ગ્લવ્સના ઉપયોગ માટે કોઈ ગાઈડલાઈન બહાર પાડી નથી. જો તમે તેનો ઉપયોગ કરો છો તો તેને અંદરથી બહારની તરફ હટાવો. જો તમે રિ-યૂઝેબલ ગ્લવ્સનો ઉપયોગ કરો છો તો દર વખતે તેનો ધુઓ અને સુકવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp