દૂધનું પેકેટ જેને તમે રોજ ખરીદો છો, શું તે કોરોનાથી સુરક્ષિત છે? જાણી લો

PC: timesofindia.indiatimes.com

કોરોના વાયરસથી સમગ્ર દુનિયા લડી રહી છે. લોકો બજારથી આવનારી દરેક વસ્તુઓને સેનેટાઇઝ કરી રહ્યા છે. એવામાં એ જાણવું ખૂબ જરૂરી છે કે, જે દૂધનું પેકેટ તમે રોજ વાપરો છો તે સંક્રમણમુક્ત છે કે નહીં. એવામાં ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકારણે FSSAIએ સાફ કરી દીધું છે કે પેકેટ બંધ દૂધ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તે કોરોના વાયરસ સંક્રમણથી મુક્ત છે.

દૂધના પેકેટને સાબુથી ધોવાની ખબરો સામે આવ્યા પછી આ ભ્રમણાઓ પર રોક લગાવવા માટે FSSAI અમુક ઉપાયો અને ટ્રિક્સ બહાર પાડી છે, જેથી સુનિશ્ચિત કરી શકાય કે પેકેજ્ડ દૂધનો ઉપયોગ કરવા માટે સુરક્ષિત અને વાયરસ મુક્ત છે. FSSAIએ લોકોને ઉપાય જણાવ્યો છે કે, દૂધવાળા પાસેથી દૂધ લેતા સમયે લોકોએ પાયાના સુરક્ષાના ઉપાયો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. એ સુનિશ્ચિત કરો કે દૂધ વિક્રેતાએ માસ્ક પહેરેલો છે.

FSSAIએ લોકોને અપીલ કરી છે કે, દૂધનું પેકેટ લીધા પછી, સુનિશ્ચિત કરો કે તમે તમારા હાથોને સારી રીતે સાબુથી ધુઓ અને દૂધના પેકેટને માત્ર પાણીથી સાફ કરો. દૂધના પેકેટ પર સેનેટાઇઝર સ્પ્રે કે તેને સાબુથી ધોવાની જરૂર નથી. માત્ર પાણી જ પૂરતું છે. દૂધના પેકેટને ખોલતા પહેલા હાથોને બરાબર રીતે ધુઓ અને વાસણને દોની તેમાં દૂધ નાખો. દૂધને ત્યાં સુધી બંધ ન કરો જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે ઉકળી ન જાય.

FSSAI એ કહ્યું છે કે, આ સરળ ઉપાયોથી એ સુનિશ્ચિત કરવામાં મદદ મળશે કે તમે જે દૂધનો ઉપયોગ કરી રહ્યા છો તે સંપૂર્ણ રીતે સુરક્ષિત અને કોરોના સંક્રમણથી મુક્ત છે. FSSAI અનુસાર, રસાયણિક સેનિટાઇઝર સ્પ્રે કે સાબુનો ઉપયોગ દૂધના સ્વાસ્થ્યના નજરિયાથી સારું નથી. તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ સમયે દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. એવામાં લોકો બજારથી આવતા સામાનો પછી તે શાકભાજી હોય કે ફળ કે કરિયાણું બધી જ વસ્તુઓને શંકાની નજરેથી જોઇ છે. જેને તેઓ સેનેટાઇઝ કરવાની કોશિશ કરતા રહે છે. ઉલ્લેખનીય છે કે વૈજ્ઞાનિકો કહી ચૂક્યા છે કે, વાયરસ કોઈ પણ પ્રકારની વસ્તુ પર 2 કલાક રહી શકે છે. તેનો અર્થ એ છે કે તે પેકેટ પર પણ રહી શકે છે. પણ પેકેટના માધ્યમથી તેની ફેલાવાની શક્યતા ખૂબ જ ઓછી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp