લોકડાઉનમાં પણ આમણે ખેડૂતો-પશુપાલકોને ચૂકવ્યા રૂ. 8000 કરોડ

PC: Khabarchhe.com

લોકડાઉનના અઢી મહિનામાં ખેડૂત-પશુપાલકોની હાલત ખરીબ હતી પરંતુ દૂધનો વ્યવસાય ચાલુ હોવાથી અમૂલ સંલગ્ન ડેરીઓમાં પશુપાલકો દૂધ ભરતા રહ્યાં હતા. કોરોના સંક્રમણ અને લોકડાઉનના કપરાં સમયમાં અમૂલ થકી ખેડૂતોને 8000 કરોડ રૂપિયા મળ્યા છે.

અમૂલના મેનેજીંગ ડિરેક્ટર આરએસ સોઢીએ કહ્યું હતું કે ગમે તેવા કપરાં સમયમાં દૂધની સપ્લાય ચેઇન આપણે બંધ કરવી હોય તો પણ કરી શકીએ તેમ નથી. લોકડાઉનના સમયમાં આપણે દૂધની ચેઇન ચાલુ રાખી છે. સરકારે પણ દૂધને આવશ્યક ચીજવસ્તુ ગણીને મેડીકલ સ્ટોરની જેમ દૂધના સ્ટોરને ચાલુ રાખ્યા છે. ભારતમાં 100 મિલિયન પરિવારોની આજીવિકાનું સાધન દૂધ છે.

સોઢીએ દાવા સાથે કહ્યું હતું કે કોરોના સંક્રમણના સમયમાં અને લોકડાઉન દરમ્યાન કોઇપણ જગ્યાએ દૂધના પુરવઠાની ખેંચ રહી નથી. કોઇ જગ્યાએ વિક્ષેપ ઉભો થયો નથી. અમૂલ અને બીજી ડેરીઓને કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્યના મંત્રાલયો દ્વારા સપોર્ટ મળ્યો છે. અમને એનો આનંદ છે કે કપરાં સમયમાં લોકોને દૂધ પહોંચાડી શક્યા છીએ.

દૂધના સપ્લાય બાબતે કેટલાક રાજ્યો અને કેટલાક વિસ્તારો વાંઘો ઉઠાવતા હતા પરંતુ અમારા ભાગીદારોનું કામ અમે બંધ થવા દીધું નથી. પુરવઠાની સાંકળ ચાલુ રહી છે. અમૂલ પ્રતિદિન 26 મિલિયન લીટર દૂધ એકત્ર કરે છે. હવે 15 ટકા વધુ દૂધ એકત્ર થાય છે. છેલ્લા 60 દિવસમાં અમે ખેડૂતો અને પશુપાલકોને 8000 કરોડ રૂપિયાનું ચૂકવણું કર્યું છે જે ગ્રામ્ય અર્થવ્યવસ્થા મજબૂત બનાવવાનું એક કદમ છે. 800 કરોડ રૂપિયા તો દૂધની વધારાની ખરીદીના કારણે ચૂકવ્યા છે.

સોઢીએ કહ્યું હતું કે દૂધની માંગમાં કોઇ ઘટાડો થયો નથી. રેસ્ટોરન્ટ બંધ હોવા છતાં ઘરગથ્થું વપરાશ વધ્યો છે. અમે જેટલું રેસ્ટોરન્ટથી ગુમાવ્યું છે તે અમને પરિવારોમાંથી મળ્યું છે તેથી અમને દૂધના વેચાણમાં કોઇ ફરક પડ્યો નથી. અમારી સપ્લાય ચેઇનને કોઇ અસર થઇ નથી.

સોઢી કહે છે કે કેન્દ્ર સરકારે ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માટે 15000 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય લીધો છે. દરરોજ 15 મિલિયન લીટર દૂધ માટે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચj બનાવી શકીએ છીએ. સંગઠીત ક્ષેત્રમાં એક લાખ લીટર દૂધ સાથે નવી 6000 નોકરીઓ શરૂ થઇ શકે છે. ગ્રામીણ ભારતમાં આ ફંડથી 30 લાખ ગ્રામીણ પરિવારોને આજીવિકાનો કાયમી સ્ત્રોત મળી શકે છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp