ભારતનું મીડિયા સતત પાકિસ્તાનની મોંઘવારી કેમ બતાવી રહ્યું છે? લોકોએ ઝાટકી નાખ્યા

PC: khabarchhe.com

ભારતમાં પેટ્રોલના ભાવો 100 રૂપિયાથી ઉપર ચાલે છે તે ન્યૂઝને વધુ બતાવવાને બદલે દેશનું મીડિયા પાકિસ્તાનમાં ભાવો કેટલા વધ્યા છે. ત્યાં કેટલી મોંઘવારી છે તે બધુ બતાવવા લાગ્યું છે. તેને લઇને લોકો ભારે પસ્તાળ પાડી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે ભારતમાં વધેલા ભાવો અંગે સરકારને જગાવવાને બદલે મીડિયા પાકિસ્તાનના ન્યૂઝ બતાવે છે.

જુદા જુદા મીડિયાએ લખેલા ન્યૂઝ અને તે પછી લોકોએ કરેલી કમેન્ટ અંગે અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે ભારતીય મીડિયાથી લોકો કેટલા નારાજ છે.

દૈનિક જાગરણની પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ વધારા અંગેની એક સ્ટોરી પર લોકોએ કરેલી કમેન્ટ જોઇએ તો..

-હાશ પાકિસ્તાનમાં પણ ભારતની જેમ પેટ્રોલ ડીઝલ ફ્રી મળવા લાગ્યું છે. લોકો આનંદ કરો..
-શાસ્ત્રોમાં આને પત્રકારો નહીં પરંતુ હરામખોરો કહ્યા છે.
-ભારતમાં લોકોને પકડી પકડીને મશરૂમનું શાક અને કાજુની રોટી ખવડાવવામાં આવી રહી છે.
-ત્યાં પેટ્રોલના ભાવ વધારે છે છતાં ત્યાં ભૂખમરો ભારત કરતા ઓછો છે

ઝી ન્યૂઝની પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવવધારા અંગેની સ્ટોરીના કમેન્ટમાં લોકો લખે છે...

-ભારતમાં લોકો પાણીને બદલે પેટ્રોલ પી રહ્યા છે કારણ કે તે ખૂબ સસ્તું છે
-પાકિસ્તાનમાં પેટ્રોલ 120 રૂપિયાથી વધુમાં મળે છે પરંતુ ભારતના રૂપિયામાં તેને કન્વર્ટ કરીએ તો તે અડધો થઇ જાય. એટલે કે ત્યાં પેટ્રોલ રૂ. 60 પ્રતિ લીટર જ છે.

નવભારત ટાઇમ્સની પાકિસ્તાન અંગેની ખબરમાં લોકો લખે છે..

-ભારતમાં તો પેટ્રોલ એટલું સસ્તું છે કે લોકો જબરદસ્તીથી પકડી પકડીને ટાંકી ફૂલ કરી આપે છે.
-ભારતમાં તો મોંઘવારી એટલી ઓછી છે કે અંહી દૂધની નદીઓ વહી રહી છે

આ તો થોડાક જ રીએક્શન છે. લોકો મોટી સંખ્યામાં મીડિયા પર પસ્તાળ પાડી રહ્યા છે. આમ ભારતમાં મીડિયાની ભૂમિકા અંગે મોટા સવાલો ઊભા થઇ રહ્યા છે. કારણ કે જે સરકાર પેટ્રોલના ભાવો, ભાવવધારા, કાળાનાણા વિગેરેની વાતો કરીને સત્તામાં આવી તેને તેની જૂની વાતો યાદ અપાવવાને બદલે પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવો બતાવવામાં આવી રહ્યા છે. લોકો પરંપરાગત મીડિયાથી કંટાળી રહ્યા છે. તેમનો મોહભંગ થઇ રહ્યો છે. અગાઉ લોકો પાસે પત્રો લખવા સિવાય કોઇ ઉપાય ન હતો. તે પત્રો પણ અખબારો છાપતા ન હતા. પરંતુ હવે તો સીધું સોશિયલ મીડિયા પર રીએક્શન આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp