26th January selfie contest

જુઓ ગુજરાતની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની તમામ માહિતી

PC: twitter.com

CM વિજય રૂપાણીએ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે....

- તમે સૌ જાણો જ છો કે, 31 ડિસેમ્બર-2019ના રોજ ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી 2015ની મૂદત પૂરી થઈ ગઈ છે.

- આ પોલિસીને નવી પોલિસી ઘડાય ત્યાં સુધી અથવા તો 31 ડિસેમ્બર- 2020 બેમાંથી જે તારીખ પહેલા આવે ત્યાં સુધી લંબાવવામાં આવી હતી.

- ઇન્ડસ્ટ્રિયલ પોલિસીની મૂદત પૂરી થઇ છે ત્યારે એટલું ચોક્કસ છે કે આ પોલિસીથી રાજ્યભરમાં સર્વાંગી ઔદ્યોગિક વિકાસને સમર્થન મળ્યું છે.

- આ પોલિસીની સફળતાનું મૂલ્યાંકન કેટલાક મહત્વના મુદ્દાઓ પરથી કરી શકાય છે.

 • ભારત સરકારના જાહેર થયેલા આંકડા પ્રમાણે 2019માં ગુજરાત 49 બિલીયન યુ.એસ.ડોલરના IEM સાથે સમગ્ર દેશમાં કુલ IEMના 51 % હિસ્સો ધરાવતું એક માત્ર રાજ્ય છે. 
 • ભારતમાં 2019 દરમિયાન પ્રપોઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ (IEMs)માં 48% નો વધારો થયો, તેની સામે ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ 333%નો વધારો નોંધાયો છે. એટલે કે, સમગ્ર દેશના વધારા કરતાં ગુજરાતનો વધારો અનેક ગણો વધુ છે. 
 • ગુજરાતે પાછલા વર્ષની સરખામણીએ નાણાકીય વર્ષ 2019-20માં FDIના ઇનફ્લોમાં 240% નું સૌથી વધુ નેશનલ ઇન્ક્રીમેન્ટ મેળવ્યું છે.
 • ભારત સરકારની નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા જાહેર થયેલા સર્વે રિપોર્ટ પ્રમાણે, સમગ્ર દેશમાં ગુજરાતમાં બેરોજગારીનો દર પણ સૌથી ઓછો 3.4% છે.
 • 2014-2015થી લઇને અત્યાર સુધીમાં ગુજરાતમાં MSMEs (લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો)ની સંખ્યામાં 60%નો વધારો થયો છે અને હાલ ગુજરાતમાં 35 લાખ જેટલાં લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો છે, જેઓ રોજગારી માટેનો સૌથી મોટો સ્ત્રોત MSME છે અને મોટી ઇન્ડસ્ટ્રિયલ ઇકોસિસ્ટમનો એક મહત્વપૂર્ણ હિસ્સો પણ MSME જ છે.

જો રાષ્ટ્રીય આંકડાઓ પર એક નજર નાંખીયે તો ગુજરાત અનેક ક્ષેત્રોમાં અન્ય રાજયોથી ઘણું આગળ છે તે વાત ફલિત થાય છે:-

 1. ભારતના કુલ ઔદ્યોગિક ઉત્પાદનના 17% હિસ્સા સાથે ઔદ્યોગિક ઉત્પાદનની બાબતમાં ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને છે.
 2. DPIIT દ્વારા આપવામાં આવેલા ‘સ્ટેટ સ્ટાર્ટ-અપ રેન્કિંગ2018’માં ગુજરાતને બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકેની માન્યતા પ્રાપ્ત થઈ છે.
 3. વર્ષ 2019માં ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર થયેલા લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ અને LEADS લોજિસ્ટીક ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટસ ઇન્ડેક્સમાં ગુજરાતે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

- ગુજરાતે 2019-20માં પાછલા વર્ષની સરખામણીએ પ્રવર્તમાન ભાવોએ જીડીપીમાં 13%ની વૃદ્ધિ મેળવી છે. ગુજરાતે સતત ડબલ ડીજીટમાં વિકાસદર હાંસલ કર્યો છે. છેલ્લાં પાંચ વર્ષોમાં, સતત કિંમતોએ સરેરાશ 10.14% નો વૃદ્ધિદર નોંધાવ્યો છે.

- સબસીડીની ચૂકવણીની વાત કરીયે તો છેલ્લાં પાંચ વર્ષોમાં તેમાં ત્રણ ગણાથી વધુ વધારો થયો છે. જે રાજ્યના અવિરત વિકાસનું દિશાસૂચક છે.

- આ ગતિશીલતાને વધુ મજબૂત બનાવવા અને વિકાસદરને વધારવા માટે નવી ઇન્ડસ્ટ્રિયલ પોલિસીની રચના કરવામાં આવી છે.

- આ જ પદ્ધતિએ જો રાજ્યનો વિકાસ યથાવત રહે તો નવી ઇન્ડસ્ટ્રીયલ પોલીસીમાં દર વર્ષે સરેરાશ અંદાજે 8 હજાર કરોડ આઉટ લે એટલે કે ખર્ચ થવાનો અદાજ છે.

- નોકરીઓ, વિવિધ ક્ષેત્રોમાં વેલ્યુ એડિશન, અત્યાધુનિક ટેક્નોલોજીને અપનાવી 4.0 ઇન્ડસ્ટ્રી ઉત્પાદકતામાં વધારો. રિસર્ચ અને ડેવલપમેન્ટ પર ભાર મૂકીને નવીનતા આધારિત ઇકોસિસ્ટમ જેવી બાબતોને સપોર્ટ કરવા માટે કેન્દ્રિત પ્રયત્નોથી આત્મનિર્ભર ગુજરાત માટે આ નવી પોલીસી દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે. આપણે વિવિધ પ્રદેશો અને ક્ષેત્રોનો વધુ સંતુલિત વિકાસ થાય તે માટે સતત પ્રયત્નો કર્યા છે. આના પરિણામે આધુનિક ગુજરાતથી (Modern Gujarat) આધુનિક ભારતના (Modern India)નિર્માણ નું વિઝન સાકાર થશે.

- મજબૂત અને વૈવિધ્યસભર સ્ટેકહોલ્ડર્સ સાથે સતત વાતચીત એ ગુજરાતની તાકાત છે. આ સ્ટેકહોલ્ડર્સમાં ઇન્ડસ્ટ્રી, ઇન્ડસ્ટ્રિયલ એસોસિયેશન્સ, ચેમ્બર્સ અને એકેડેમિયા (શિક્ષણ)નો સમાવેશ થાય છે.

- આપણે 9 ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરી હતી, આ સમિતીએ અનેક ગંભીર અને ગહન-વિશદ મીટિંગો યોજીને ચર્ચા-વિચારણાઓ કરી અને જેના કારણે નવી ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી 2020 માટે અનેક રચનાત્મક સૂચનો મેળવવામાં આપણને ઘણી મદદ મળી છે.

- આ પોલિસીમાં વૈશ્વિક અને રાષ્ટ્રીય ઉત્પાદનના વલણો તેમજ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને, ઉદ્યોગો દ્વારા સૂચવવામાં આવેલા મોટાભાગના સૂચનોનો આપણે સમાવેશ કર્યો છે. 

CMએ કહ્યુ કે આ પોલિસીમાં મુખ્યત્વે સર્વાંગી અને સંતુલિત પ્રાદેશિક વિકાસ તેમજ રોજગારીની તકોનું સર્જન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેથી આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં આપણું નોંધપાત્ર યોગદાન આપી શકીએ.

- આપણા આંકડાઓ પોતે જ સ્વયં બોલે છે કે, આપણા વાઇબ્રન્ટ રાજ્યએ ખૂબ ઝડપી વિકાસ સાધ્યો છે અને તે જોતાં ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી 2015ના ઘણાખરાં ફીચર્સ આ નવી પોલિસીમાં પણ ચાલુ રાખવામાં આવ્યા છે.

1) થ્રસ્ટ સેક્ટર

વૈશ્વિક રોકાણોના વલણો, ઇન્ટિગ્રેટેડ વેલ્યુ ચેઇન્સને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત, એક્સપોર્ટ્સ, ભારત સરકારની પોલિસીઓ, નીતિ આયોગ વગેરેને ધ્યાનમાં રાખીને 15 થ્રસ્ટ સેક્ટર્સની પરિકલ્પના કરવામાં આવી છે. આ થ્રસ્ટ સેક્ટર્સને બે મોટાં જૂથોમાં વિભાજિત કરવામાં આવ્યા છે, 1) કોર સેક્ટર્સ અને

2) સનરાઇઝ સેક્ટર્સ.

કોર સેક્ટર્સમાં એવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે જેમાં ગુજરાત પાસે પહેલેથી જ મેન્યુફેક્ચરિંગ માટેનો મજબૂત બેઝ છે અને જેમાં વૈશ્વિક સ્તરે વધુ વેગ આપવાની સંભાવનાઓ છે, જેવાંકે ઇલેક્ટ્રિકલ અને ઇન્ડસ્ટ્રિયલ મશીનરી, ઓટોમોટિવ, એગ્રો પ્રોસેસિંગ, સિરામિક્સ, ફાર્માસ્યુટિકલ્સ વગેરે.

સનરાઇઝ સેક્ટર્સમાં એવાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે, જેમાં ટેક્નોલોજીકલ પ્રગતિ માટેની નોંધપાત્ર સંભાવનાઓ છે અને સસ્ટેનેબલ આર્થિક વિકાસમાં યોગદાન આપી શકે છે, ઇલેક્ટ્રિક વાહનો, વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ, ઇકો-ફ્રેન્ડલી કોમ્પોસ્ટેબલ મટિરિયલ્સ, ઇન્ડસ્ટ્રી 4.0 ઇક્વિપમેન્ટ, સોલાર/વિંડ ઇક્વિપમેન્ટ અને એક્સપોર્ટ આધારિત એકમો. થ્રસ્ટ સેક્ટર્સને પોલિસીના એક હિસ્સા તરીકે ઇન્ક્રીમેન્ટલ ઇન્સેન્ટિવ આપવામાં આવશે.

Core Sectors

1.       Electrical machinery & equipment

2.       Industrial Machinery & equipment

3.       Auto & Auto Components

4.       Ceramics

5.       Technical Textiles

6.       Agro & Food Processing

7.       Pharmaceuticals  & Medical devices

8.       Gems & Jewelry

9.       Chemicals (in designated area)

Sunrise Sectors

1.       Industry 4.0 manufacturing

2.       Electric Vehicle and its components

3.       Waste management projects

4.       Green Energy (Solar & Wind Equipment)

5.       Eco-friendly compostable material (substitutes to traditional plastics)

6.       100% export oriented units, irrespective of sector

2)      કેપિટલ સબસીડી:

જ્યારથી GST લાગુ કરવામાં આવ્યો ત્યારથી, ઔદ્યોગિક એકમોને તેમના ઉત્પાદિત માલના રાજ્યની અંદર વેચવાણ ઉપર ‘નેટ SGST’ પ્રમાણે વળતર આપવામાં આવી રહ્યું હતું. તેના કારણે રાજ્યની અંદર જ વેચાયેલા માલ ઉપર ટેક્સની ગણતરી કરવામાં આવતી મુશ્કેલીઓ સરળ કરવાનો વિચાર આ પોલિસીમાં કરવામાં આવ્યો છે. અને    SGST ના વળતરોને ડિ-લિંક એટલે કે દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આવો સાહસભર્યો નિર્ણય કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. હવે, મોટાં ઉદ્યોગોને રાજ્યમાં ઔદ્યોગિક એકમો સ્થાપિત કરવા માટે કેપિટલ સબસીડી તરીકે ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ(FCI) એટલે કે પાત્ર મૂડીરોકાણના 12 % ના ધોરણે રોકડ રકમ આપવામાં આવશે. પરિણામે, વળતરની રકમના ક્લેઇમ વધુ પારદર્શક અને ચોક્ક્સાઈ વાળા થશે, જેનાથી ઉદ્યોગોને ઝડપી નિર્ણયો લેવામાં મદદરૂપ થશે.

કોઇપણ ઔદ્યોગિક એકમને આપવામાં વળતરની રકમની કોઈ મહત્તમ મર્યાદા રાખવામાં આવી  નથી. આ નિર્ણયથી રાજ્યમાં મોટાં મૂડીરોકાણો લાવવામાં ઘણી મદદ મળશે.

Taluka Category

General Sectors

Thrust Sectors (15)

Category 1

•  10% of FCI

•     12% of FCI

Category 2

•  8% of FCI

•     10% of FCI

Category 3

•  4% of FCI

•     6% of FCI

 • આ લાભ વાર્ષિક રૂ. 40 કરોડની ટોચ મર્યાદામાં 10 વર્ષ સુધી આપવામાં આવશે.
 • વાર્ષિક રૂ. 40 કરોડની ટોચમર્યાદા હોવાના કારણે જો એકમને મળવાપાત્ર કેપીટલ સબસીડી 10 વર્ષના સમયગાળાની અંદર ચુકવણી ન કરી શકાય તો આવા એકમોના કિસ્સામાં, વાર્ષિક ટોચમર્યાદા રૂ. 40 કરોડ જ રહેશે તેવી શરત સાથે 10 વર્ષની સમયમર્યાદામાં વધુ 10 વર્ષનો વધારો કરી આપવામાં આવશે. 
 • વાર્ષિક રૂ. 40 કરોડની ટોચમર્યાદા હોવાના કારણે જો મળવાપાત્ર કેપીટલ સબસીડી 20 વર્ષના સમયગાળાની અંદર ચુકવણી ન કરી શકાય તો મળવાપાત્ર કેશ સબસીડીનું વિતરણ 20 વર્ષના સમાન હપ્તાની અંદર કોઈ ટોચમર્યાદા વિના કરવામાં આવશે.

આ ઉપરાંત, નવા ઉદ્યોગોને પાંચ વર્ષ માટે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ભરવામાંથી છૂટ આપવાનું ચાલુ રાખવામાં આવેલ  છે. 

આ રીતે, ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ રાજ્યમાં સ્થપાતા નવા ઉદ્યોગોને નોંધપાત્ર વધુ પ્રોત્સાહનો  આપતું રાજ્ય બનશે.

3) MSME

- MSMEની વ્યાખ્યા ભારત સરકારે કરેલી વ્યાખ્યા મુજબ કરવામાં આવશે જેથી મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો MSME પોલિસીઓ હેઠળ કરવામાં આવેલી જોગવાઇઓનો લાભ મેળવી શકશે.

- MSMEs:સ્થાનિક MSMEsને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાના ઉદ્દેશથી આ પોલિસીમાં MSMEs (લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો)ને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકયો છે. રાજ્ય સરકાર ટેક્નોલોજીના અપગ્રેડેશન માટે, વૈશ્વિક સ્તરે સ્વીકૃત સર્ટિફિકેશનને અપનાવવા માટે તેમજ તેમની પ્રોડક્ટ્સનું આંતરરાષ્ટ્રીય સ્તરે માર્કેટિંગ કરવા માટે MSMEsને સપોર્ટ કરશે.

3.1     કેપિટલ સબસીડી: MSMEs ને પાત્ર ધિરાણની રકમના 25% સુધીની અને મહત્તમ રૂ.35 લાખ સુધીની કેપિટલ સબસીડી મળવાપાત્ર રહેશે.

વધુમાં, જો પ્રોત્સાહનપાત્ર ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ રૂ.10 કરોડથી વધુ હોય, તો તે ઔદ્યોગિક એકમને રૂ.10 લાખની વધારાની કેપિટલ સબસીડી મળવાપાત્ર રહેશે.

3.2    ઇન્ટરેસ્ટ સબસીડી:MSMEs ને 7 વર્ષના સમયગાળા સુધી પ્રતિ વર્ષ ટર્મ લોન પર લાગતા વ્યાજના દરના 7% સુધી અને મહત્તમ રૂ.35 લાખ સુધીની ઇન્ટરેસ્ટ સબસીડી મળવાપાત્ર રહેશે.

મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અનુસૂચિત જાતિ/જનજાતિ/શારીરિક વિકલાંગ ઉદ્યોગસાહસિકો/મહિલા ઉદ્યોગસાહસિકો/સ્ટાર્ટઅપને વધારાની 1 % ઈન્ટરેસ્ટ સબસીડી. 

આ ઉપરાંત, 35 વર્ષની નાના યુવા ઉદ્યોગસાહસિકોને લોન મંજુર થયાના દિવસે 1 % વધારાની ઈન્ટરેસ્ટ સબસીડી.

3.3    સેવા ક્ષેત્રના MSMEs:રાષ્ટ્રીય જીડીપીમાં સેવા ક્ષેત્રનો ફાળો ખૂબ મોટો છે. અન્ય પ્રાઇમરી અને સેકન્ડરી ઉદ્યોગોની સુવિધા માટે ઘણી સેવાઓ મુખ્ય ઇનપુટ્સ છે. નવી ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી 2020 રાજ્યમાં સ્થિત સેવા ક્ષેત્રના MSMEs ને 7 % સુધીની ઇન્ટરેસ્ટ સબસીડી આપવાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં નાણાકીય સેવાઓ, આરોગ્યલક્ષી સેવાઓ, દ્રશ્ય-શ્રાવ્ય સેવાઓ, કંસ્ટ્રક્શન સંબંધિત એન્જિનિયરિંગ સેવાઓ, પર્યાવરણીય સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકાર દ્વારા મોટા પાયાના ઉદ્યોગોને આધારીત સર્વિસ સેક્ટર માટેની પોલિસીના ઘડતરનું કામ પણ ચાલી રહ્યું છે.

3.4    MSMEs દ્વારા વિદેશી ટેક્નોલોજીઓનું સંપાદન: રાજ્ય સરકાર પહેલી વખત વિદેશી પેટન્ટેડ ટેક્નોલોજીઓને સંપાદિત એકવાયર કરવા કરવાના કુલ ખર્ચના 65% સુધીની નાણાકીય સહાય પ્રદાન કરશે. (મહત્તમ રૂ.50 લાખ સુધીના સહાય આપવામાં આવશે.) આના પરિણામે MSMEsની ઉત્પાદન ક્ષમતા વધારવામાં અને વૈશ્વિક સ્તરે તેમને સ્પર્ધાત્મક બનાવવામાં ખૂબ મદદરૂપ થશે.

3.5    MSMEs ને બજાર વિકાસમાં સહાયતા: MSMEs ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના ઉત્પાદનોનું માર્કેટિંગ કરવા પ્રોત્સાહિત કરવા માટે, નવી ઇન્ડસ્ટ્રિયલ પોલિસી ભારતમાં યોજાયેલા એક્ઝિબિશનમાં MSMEsને સ્ટોલ નાખવાના કુલ ભાડાના 75% નાણાકીય સહાય (મહત્તમ રૂ.2 લાખ) અને ભારતની બહાર યોજાયેલા એક્ઝિબિશનમાં સ્ટોલ નાખવાના કુલ ભાડાના 60% નાણાકીય સહાય (મહત્તમ રૂ. 5 લાખ) પ્રદાન કરશે.

3.6    MSMEsને સૂર્યઊર્જાનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા: MSMEs એકમમાં રૂફટોપના ઉપયોગથી સોલર પાવર પ્રક્રિયાને વધુ સરળ અને આકર્ષક બનાવવાના ઉદ્દેશથી યુનિટ્સના વપરાશની ગણતરી માટેની પાવર સાયકલની ગણતરી 15 મિનિટથી વધારીને સવારના 7.00 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા સુધીની કરી દેવામાં આવી છે. તદુપરાંત, MSMEs પાસેથી વધારાની સૂર્યઊર્જા (સરપ્લસ સોલર પાવર) ખરીદવા માટેની કિંમત રૂ.1.75 પ્રતિ યુનિટથી વધારીને રૂ. 2.25 પ્રતિ યુનિટ કરી દેવામાં આવી છે.

વધુમાં, પ્રવર્તમાન ઉદ્યોગોમાંથી જે સૂર્યઊર્જાનો ઉપયોગ કરવાનું શરૂ કરે, તેમને ટર્મ લોન પર ઇન્ટરેસ્ટ સબસીડી આપવામાં આવશે. 

3.7    આ ઉપરાંત, જે MSME એકમો એન્ટરપ્રાઈઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) અને ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી તેમજ ZED સર્ટિફિકેશન જેવા ગુણવત્તાલક્ષી સર્ટિફિકેટશ, પેટન્‌ટ ફાઈલિંગ જેવા પાસાઓ અપનાવે તેમને ઈન્સેન્ટીવ આપવામાં આવશે.  

સરકારી જમીન લાંબાગાળાની લીઝ ઉપર આપવામાં આવશે:

 • રાજ્યમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકાર પ0 વર્ષ સુધી લાંબાગાળાની લીઝ ઉપર ‘સરકારી જમીન’ મેળવવામાં ઉદ્યોગોને સુવિધા પૂરી પાડશે અને ઔદ્યોગિક એકમોને જમીનની બજાર કિમતના 6% લીઝ રેન્ટ પર આપવામાં આવશે. આવા ઉદ્યોગો બેન્કમાંથી લોન-સહાય મેળવી શકે તે માટે જમીન મોટર્ગેઝ પણ કરવા મજુરી આપવામાં આવશે. લીઝનો સમયગાળો જે તે સમયે પ્રવર્તતા નિયમો અનુસાર વધુ સમય માટે લબાવી શકાશે

સંતુલિત પ્રાદેશિક વિકાસ

 • રાજ્યમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવા તમામ MSME તથા મોટા ઉદ્યોગોને જે-તે તાલુકામાં ઔદ્યોગિક વિકાસના આધારે ઈન્સેન્ટીવ આપવામાં આવશે. ઓછો ઔદ્યોગિક વિકાસ થયો હોય તેવા તાલુકામાં ઉદ્યોગોની સ્થાપના માટે વધુ પ્રોત્સાહનો લાભ આપવામાં આવશે. 

સ્ટાર્ટ-અપ્સને સપોર્ટ:

એક અહેવાલ પ્રમાણે દેશના 43% ફંડેડ સ્ટાર્ટઅપ માત્ર અમદાવાદમાં છે જેના કારણે ગુજરાત દેશનું મહત્વપૂર્ણ સ્ટાર્ટઅપ હબ બન્યું છે.

6.1     સ્ટાર્ટઅપને સીડ સપોર્ટ રૂ.20 લાખથી વધારીને રૂ.30 લાખ સુધીનો કરવામાં આવ્યો છે.

6.2    સ્ટાર્ટઅપ એકમને આપવામાં આવતા સસ્ટેનન્સ એલાઉન્સને એક વર્ષ માટે રૂ. 10,000 પ્રતિ માસથી વધારીને રૂ. 20,000 કરવામાં આવ્યું છે. તેમજ  જે સ્ટાર્ટઅપમાં ઓછામાં ઓછા એક મહિલા સહસ્થાપક હોય તેનું સસ્ટેનન્સ એલાઉન્સ રૂ. 25,000 પ્રતિ માસ એક વર્ષ માટે કરવામાં આવ્યું છે.

6.3    વધારામાં, સ્ટાર્ટ-અપ્સના મિડ-લેવલ પ્રી-સીરીઝ A ફંડિંગ માટે, ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ(GVFL) હેઠળ એક અલગ ફંડનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત, સ્ટાર્ટ-અપ્સને 1% વધારાની ઇન્ટરેસ્ટ સબસીડી આપવામાં આવશે. (એટલેકે ટર્મ લોન પર 9% સુધી.)

6.4    સમાજમાં નોંધપાત્ર પ્રભાવ ઉભો કરી શકે તેવા સ્ટાર્ટઅપને વધારાની રૂ. 10 લાખ સુધીની ગ્રાન્ટ.

6.5    આ સાથે જ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય માન્યતાવાળા એક્સીલરેશન પ્રોગ્રામોમાં નોંધણી માટે સ્ટાર્ટ-અપ દીઠ રૂ. 3 લાખ સુધીની વધારાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.

6.6    સોફ્ટ સ્કીલ માટે સહાય: મેનેજર કક્ષાની તાલીમ, સોફ્ટ સ્કીલ તાલીમ, માર્કેટિંગ કૌશલ્ય, ફંડરેઈજીગ, ફાઈનાન્સ જેવી બાબતોની તાલીમ માટે સ્ટાર્ટઅપ એકમોને રૂ. 1 લાખ સુધીનું ભંડોળ રિએમ્બર્સમેન્ટ સ્વરૂપે આપવામાં આવશે.

6.7    માન્યતા પ્રાપ્ત નોડલ ઈન્સ્ટીટ્યુટ્સને પ્રતિ સ્ટાર્ટઅપ દીઠ રૂ. 1 લાખની મેન્ટોરિંગ સહાય (મહત્તમ રૂ. 15 લાખ પ્રતિ વર્ષ પ્રતિ ઈન્સ્ટીટ્યુટ) આપવામાં આવશે.

7) રિલોકેશન ઇન્સેન્ટિવ્સ

કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં, ઘણા ક્પનીઓ તેમના ઉત્પાદનના એકમ રિલોકેટ કરવાની અને/અથવા સપ્લાય ચેઇન્સમાં વિવિધતા લાવવા અંગે વિચારણા કરી રહ્યા છે. અન્ય દેશોમાંથી રિલોકેટ (સ્થળાંતર) કરવાની યોજના બનાવી રહેલી આવી કંપનીઓને ગુજરાતમાં  ઉત્પાદનના એકમ સ્થાપવા કેસ ટુ કેસ વિશેષ ઇન્સેન્ટિવ્સ આપશે.

8) રિસર્ચ અને ઇનોવેશન

8.1     એક મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમના વિકાસમાં રિસર્ચ અને ઇનોવેશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી આપણે સભાનતાપૂર્વક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂશન્સના વિકાસ પર ભાર મૂક્યો છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તેમજ પ્રોડક્ટ ડેવલપમેન્ટ સેન્ટર્સ સ્થાપવા માટે આ પોલિસી ખાનગી કંપનીઓ અને સંસ્થાઓને રૂ. 5 કરોડની સહાયતા પ્રદાન કરશે.

8.2    કોઈપણ ઈન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઈસ/ઈન્ડસ્ટ્રીયલ એસોશિયેશન/માન્યતાપ્રાપ્ત આર.એન્ડ.ડી ઈન્સ્ટીટ્યુશનસ્ટીટ્યુશન/AICTE માન્ય ટેકનિકલ કોલેજ દ્વારા કરવામાં આવેલ કોન્ટ્રાક્ટ/સ્પોન્સર્ડ રિસર્ચ વર્કને પ્રોજેક્ટ ખર્ચના (જમીન અને બિલ્ડીંગ ખર્ચ સિવાય) 50% જેટલી સહાય મહત્તમ રૂ. 50 લાખની મર્યાદામાં આપવા અંગે વિચાર હેઠળ લઈ શકાશે.

9)      ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ:

9.1     રાજ્યમાં પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ સ્થાપિત કરવા માટે આ પોલિસી ખાનગી ડેવલપર્સને ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના 25% (રૂ.30 કરોડ સુધી) ઇન્સેન્ટિવ્સ આપશે. વનબંધુ તાલુકાઓના કેસમાં, ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ સ્થાપિત કરવા માટે આ પોલિસી ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના 50% (રૂ. 30 કરોડ સુધી)નો સપોર્ટ કરશે. તેનાથી ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણને અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટીના વિકાસને સપોર્ટ મળશે.

9.2    ક્લસ્ટર્સને પ્રોત્સાહન આપવા માટે, રસ્તાઓનું નિર્માણ અને અપગ્રેડેશન, વેરહાઉસની સુવિધાઓ, ફાયર સ્ટેશન્સ, અંડરગ્રાઉન્ડ યુટિલિટીસ વગેરે જેવા ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સ્થાપિત કરવા માટે પ્રોજેક્ટ કોસ્ટના 80% (રૂ.25 કરોડ સુધી) સુધીની નાણાંકીય સહાય પ્રદાન કરવામાં આવશે.

9.3    ઔદ્યોગિક ક્લસ્ટર્સના શ્રમિકો-મજૂરોને રહેવા માટે વધુ સારી સુવિધા ઉપલબ્ધ થઈ શકે તે માટે મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સમાં ડોરમેટરી હાઉસિંગ માટે ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસી નીચે 80% આર્થિક સહાયતા એટલે કે (રૂ.25 કરોડ સુધી)આપશે.
10)     સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ:

10.1    GPCBદ્વારા પ્રમાણિત થયા મુજબ ‘ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ’ દ્વારા ઓછામાં ઓછી 50% વેસ્ટ રિકવરીની પદ્ધતિને અનુસરતા ઉદ્યોગોને 50% (રૂ.75 લાખ સુધી) કેપિટલ સબસીડી આપવામાં આવશે.

10.2   ઉત્પાદનના સ્વચ્છ ઉપાયો માટે નાણાકીય સહાય:પ્રવર્તમાન પ્રક્રિયાઓને બદલે ઉત્પાદન માટેની સ્વચ્છ અને શુદ્ધ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે આ પોલિસી MSMEsને પ્લાન્ટ અને મશીનરીની કિંમતના 35% અને મોટા ઔદ્યોગિક એકમોને પ્લાન્ટ અને મશીનરીની કિંમતના 10% (મહત્તમ રૂ.35 લાખ સુધી)ના ઇન્સેન્ટિવ્સ આપશે. આવી ટેક્નોલોજીમાં કાચા માલનું સબસ્ટિટ્યુશન અને ઓપ્ટિમાઇઝેશન, પાણીના વપરાશમાં અથવા ઊર્જાના વપરાશમાં અથવા કચરાના ઉત્પાદનમાં ઘટાડો જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.

11)     કોમન એન્વાયર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ:

11.1    કોમન એન્વાયર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ માટેનો સપોર્ટ કુલ પ્રોજેક્ટ કોસ્ટના પ્રવર્તમાન 25 % થી વધારીને 40 % કરવામાં આવ્યો છે. જેમાં મહત્તમ રૂ.50 કરોડ સુધીની સહાયતા પ્રદાન કરવામાં આવશે.

11.2    ગ્રીન એસ્ટેટ્સનો વિકાસ: ગ્રીન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ્સ સ્થાપિત કરવા માટે કે તેના રિલોકેશન માટે અથવા તો પ્રવર્તમાન પ્રદૂષણકારી ઔદ્યોગિક એકમનું રેટ્રોફિટિંગ કરીને તેને ગ્રીન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ્સમાં ફેરવવા માટે પ્રોજેક્ટ કોસ્ટના 25% (રૂ.25 કરોડ સુધી) ની નાણાકીય સહાય.

11.3    ઓછામાં ઓછા 10 MSME એકમો દ્વારા સ્થાપિત સ્પેશ્યલ પરપઝ વ્હીકલના કોમન બોઈલર પ્રોજેક્ટને ફિક્સ્ડ એસેટ્સના ખર્ચના 50% જેટલું ઈન્સેન્ટીવ રૂ. 2 કરોડની મર્યાદામાં આપવામાં આવશે. 

12)     કૌશલ્ય અને તાલીમ અંગે સપોર્ટ:

રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં ઉદ્યોગોની કૌશલ્ય અંગેની જરૂરિયાત અને તેની સામે ઉપલબ્ધ કામદારો વચ્ચેના ગેપનું વિશ્લેષણ હાથ ધરવામાં આવશે. તેના દ્વારા સ્થાનિક વસ્તીને સંબંધિત કૌશલ્યની તાલીમ આપવા માટેનો રોડમેપ તૈયાર કરવામાં મદદ મળશે અને તે રીતે આ ગેપને પૂર્ણ  કરી શકાશે. 

આ સાથે જ સ્કિલ ડેવલપમેન્ટ એન્કર ઇન્સ્ટિટ્યૂટ્સ, સ્પેશિયલાઇઝ્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર્સ, સ્કિલ અપગ્રેડેશન સેન્ટર્સ વગેરેની સ્થાપના માટે રાજ્ય સરકાર નાણાંકીય સપોર્ટ પણ આપશે.આઉપરાંત, આપોલિસીકૌશલ્યવૃદ્ધિમાટેવ્યકિતદીઠ એક તાલીમના રૂ.15,000 સુધીના પ્રોત્સાહનો આપશે.

13)     રાજ્યની અંદર અને રાજ્યની બહાર માલની સરળતાથી હેરફેર સુનિશ્ચિત કરવા માટે તેમજ એક્સપોર્ટ્સમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એક સમર્પિત સંસ્થા ‘ગરૂડ’ (GARUD)ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા હેઠળ નિર્માણ કરવામાં આવેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગોને ઉત્પાદન ખર્ચ ઓછો કરવામાં મદદ કરશે અને તેથી અન્ય વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ સામેની સ્પર્ધાત્મકતામાં વધારો થશે.

14)     સરકાર સંબંધિત તમામ પ્રશ્નો અને મંજૂરીઓ માટે એક સિંગલ પોઇન્ટ કોન્ટેક્ટ તરીકે રોકાણકારો માટે ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન બ્યુરો (iNDEXTb) દ્વારા ડેડિકેટેડ ‘રિલેશનશીપ મેનેજર્સ’નોમિનેટ કરવામાં આવશે.

15)     ઈન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન પોર્ટલ (IFP) - મેગા ઓનલાઇન પરમિશન:-

ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ સ્ટેટ સિંગલ વિંડોમાંથી લગભગ 5 લાખ અરજીઓ પ્રોસેસ કરવામાં આવી છે. રાજ્યમાં ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસના વાતાવરણને વધુ મજબૂત કરવા માટે, માટેનું એક માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેના માટે રોકાણકારોને રાજ્યો સંબંધિત વિવિધ ર6 મંજૂરીઓ અને અનુપાલન માટે માત્ર એક જ અરજી ફોર્મ સબમિટ કરવાની જરૂર રહેશે.

16)     સેન્ટ્રલાઇઝડ ઇન્સ્પેકશન સિસ્ટમ:-

રાજ્યમાં પારદર્શીતા અને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વેગ આપવા સેન્ટ્રલાઇઝડ ઇન્સ્પેકશન સિસ્ટમનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલો છે.

17)     પાઇપલાઇનમાં હોય તેવા ઊદ્યોગો માટે:-

અગાઉની-2015ની પોલીસી અંતર્ગત જે પ્રોજેકટસ અમલીકરણના વિવિધ તબક્કે છે. આવા પ્રોજેકટસને ઉત્પાદનમાં જવા અને પ્રોજેકટ પૂર્ણ કરવા નવી ઇન્ડસ્ટ્રીયલ પોલીસી જાહેર થયાના 1 વર્ષ સુધીમાં કાર્યરત કરવાનો સમય આપવામાં આવશે. જ્યારે  કોમન ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસને પ્રોજેકટ પૂર્ણ કરવા નવી ઇન્ડસ્ટ્રીયલ પોલીસી જાહેર થયાના બે વર્ષમાં કાર્યરત કરવાનો  સમય આપવામાં આવશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp