ગુજરાતમાં IAS અને IPSની બદલીઓનું કામ શરૂ, ટૂંક જ સમયમાં જાહેરાત

PC: indiatoday.in

ગુજરાતના આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટ મુલાકાત પહેલા ઓર્ડર કરીને રાજ્ય સરકારે રાજકોટ પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવની નિયુક્તિ કરી દીધી છે. બાકીના સિનિયર પોલીસ અધિકારીની બદલી મહિનાના અંત સમયમાં થાય તેવી સંભાવના છે. 30મી મે સુધીમાં રાજ્યના ચીફ સેક્રેટરીનું ભાવિ પણ ખૂલશે.

લાંબા સમયથી પેન્ડીંગ એવી સિનિયર પોલીસ અધિકારીઓ, શહેરોના પોલીસ કમિશનરો તેમજ રેન્જ આઇજીની બદલીઓ થવાની છે. રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમારે યાદી તૈયાર કરી છે જે મુખ્યમંત્રીની વિચારણા હેઠળ છે. બીજી તરફ સામાન્ય વહીવટ વિભાગે પણ શહેરોના મ્યુનિસિપલ કમિશનરો તેમજ વિભાગોના સિનિયર આઇપીએસ ઓફિસરોની બદલીની યાદી આપી છે.

મે મહિનાના અંતમાં કે જૂનના પ્રથમ સપ્તાહમાં રાજ્ય સરકારના આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલી તોળાઇ રહી છે ત્યારે તેમાં અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોના પોલીસ કમિશનરોની પણ બદલી થવાના ચાન્સ છે.

સચિવાલયના વર્તુળોના જણાવ્યા પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રીએ આઇએએસ અને સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ મહિનાના અંતમાં અથવા જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં બન્ને કેડરમાં મોટાપાયે ફેરબદલ થવાની સંભાવના છે.

આઇએએસ અધિકારીઓમાં એટલા માટે ફેરબદલ શક્ય છે કે રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા વયનિવૃત્ત થવાના છે, જ્યારે સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલી ઘણાં લાંબા સમયથી પેન્ડિગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp