ગુજરાતના એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે: પંજાબના CM ભગવંત માન

PC: twitter.com

આજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીનું દિલ જીતી લીધું છે અને 15 વર્ષથી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત પર રહેલી ભાજપના સૂપડા સાફ થઈ ગયા છે. ત્યારે MCD ચૂંટણીમાં AAPની જીત પર પંજાબના CM ભગવંત માને કહ્યું કે ગુજરાતમાં પણ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે અને ત્યાં ગુરુવારે આમ આદમી પાર્ટી મોટો ચમત્કાર કરશે.

જણાવી દઈએ કે આજે પહેલા બીજેપી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે દિલ્હીમાં એક્ઝિટ પોલના પરિણામો ખોટા સાબિત થશે. વાસ્તવમાં, મોટાભાગના એક્ઝિટ પોલમાં MCDમાં AAPની બમ્પર જીતનો દાવો કરવામાં આવ્યો હતો. ભગવંત માને વધુમાં કહ્યું કે હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ચૂંટણી લડે તો નેતાઓ છે, પરંતુ જીતે જનતા છે, આજે જનતા જીતી ગઈ છે. તમે તમારા મિત્રો અને મોટા ભાઈઓને જીતાડ્યા છે.

આ પહેલા ડેપ્યુટી CM મનીષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હીની જનતાનો આભાર, તમે એક કટ્ટર ઈમાનદાર સરકાર પસંદ કરી છે. બીજી તરફ CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીની જનતાએ 15 વર્ષની ભ્રષ્ટ ભાજપ સરકારને હટાવીને કેજરીવાલના નેતૃત્વમાં AAP સરકાર બનાવવા માટે બહુમતી આપી છે, લોકોનો આભાર. અમારા માટે આ મોટી જવાબદારી છે.

દિલ્હીની જનતાએ મને દિલ્હીની સફાઈ, ભ્રષ્ટાચાર દૂર કરવા, પાર્કને ઠીક કરવા સહિતની ઘણી જવાબદારીઓ આપી છે. હું દિવસ-રાત અથાગ મહેનત કરીને પ્રયત્ન કરીશ કે તમારા આ વિશ્વાસને જાળવી રાખું. હું દિલ્હીના લોકોને અભિનંદન આપવા માંગુ છું. આટલી મોટી અને શાનદાર જીત માટે, આટલા મોટા પરિવર્તન માટે હું દિલ્હીના લોકોને અભિનંદન આપવા માંગુ છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp