સુરતના આ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા SMCએ લીધો મહત્ત્વનો નિર્ણય

PC: wordpress.com

સુરતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં કોરોના સંક્રમણ સતત વધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા બે વખત સુરતની મુલાકાત લેવામાં આવી હતી. આ ઉપરાંત કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે સુરતમાં આરોગ્યની સેવાઓમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે સુરતમાં અઠવા ઝોન વિસ્તાર કોરોનાનું નવું હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યો છે. અઠવા ઝોન વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થવાના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવા ઝોન વિસ્તારમાં આવતા તમામ મોલને રવિવારના દિવસે બંધ રાખવા માટે સૂચન કર્યું છે.

રિપોર્ટ અનુસાર સુરતના અઠવા ઝોનમાં 1 ઓગસ્ટના રોજ 36 કેસ, 2 ઓગસ્ટના રોજ 50 કેસ, 3 ઓગસ્ટના રોજ 44 કેસ, 4 ઓગસ્ટના રોજ 37 કેસ અને 6 ઓગસ્ટ સુધીમાં 266 કેસ નોંધાયા છે. અઠવા ઝોનમાં કોરોના પોઝિટિવ કેસો સતત હોવાના કારણે આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે. તો બીજી તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા રવિવારના રોજ અઠવા ઝોન વિસ્તારમાં આવતા તમામ મોલને બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેના સંપર્કમાં આવેલા 10 વ્યક્તિઓના પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

મહત્ત્વની વાત છે કે, સુરતમાં સૌથી પહેલા કોરોનાનો સંક્રમણ રાંદેર ઝોન વિસ્તારમાંથી વધ્યુ હતું. ત્યારબાદ સેન્ટ્રલ ઝોનમાં કોરોનાનું સંક્રમણ વધ્યા પછી લિંબાયત ઝોનમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હતું. લિંબાયત ઝોન પછી કતારગામ વિસ્તાર કોરોનાનો હોટસ્પોટ બન્યો હતો અને કતારગામ બાદ સુરતનો વરાછા વિસ્તાર કોરોનાનો હોટસ્પોટ બન્યો છે. ત્યારબાદ ફરીથી રાંદેર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હતો અને હવે રાંદેર બાદ અઠવા ઝોનમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જૂલાઈ મહિના કરતાં ઓગસ્ટ મહિનાના 6 દિવસના સમયમાં 25% કેટલા કેસની સંખ્યા વધી છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોના પોઝિટિવ કેસ વધતા સુરત મહાનગરપાલિકાની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવાનું પણ સૂચન કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp