21મી જૂને દુનિયાના 172 દેશોમાં એકસાથે કરવામાં આવશે યોગ

PC: cbsistatic.com/

21 જૂને ઈન્ટરનેશનલ યોગ દિવસની આખી દુનિયાના 172 દેશોમાં એક સાથે ઉજવણી કરવામાં આવશે. જેમાં તમામ પ્રમુખ મુસ્લિમ દેશ પણ સામેલ છે. વિદેશોમાં યોગ દિવસ પર થનારા તમામ પ્રમુખ કાર્યક્રમ ભારતીય દૂતાવાસોમાં આયોજિત કરવામાં આવશે. આ ઉપરાંત, અન્યસંગઠનોની મદદથી પણ ઘણા કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમમ માટે સંયુક્ત રાષ્ટ્ર તરફથી દર વર્ષે 21 જૂનની તારીખ જાહેર કરવામાં આવી છે, પરંતુ લોકોની વધુમાં વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે વિદેશોમાં તેને 15 જૂનથી 23 જૂનની વચ્ચે ક્યારેય પણ આયોજિત કરવા માટે કહેવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્ર તરફથી મુખ્ય કાર્યક્રમ તેના મુખ્યાલયમાં આયોજિત કરવામાં આવશે, જ્યારે તેની અન્ય સહયોગી સંસ્થાઓ પોતપોતાની રીતે કાર્યક્રમ બનાવીને યોગ દિવસની તૈયારી કરી ચુકી છે.

ICCRના મહાનિદેશક અખિલેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, વિદેશોમાં આયોજિત થનારા યોગ કાર્યક્રમો માટે ભારત વિશેષ મદદ ઉપલબ્ધ કરાવે છે. તેમાં આંશિક આર્થિક સહયોગની સાથોસાથ ટેકનિકલ મદદ પણ સામેલ હોય છે. ભારત તરફથી ICCR તમામ ઈચ્છુક દેશોને પોતાના ખર્ચે પ્રશિક્ષિત યોગ શિક્ષક ઉપલબ્ધ કરાવે છે. યોગ પ્રશિક્ષકની નિયુક્તિ ICCRના માધ્યમથી બબ્બે વર્ષના કાર્યકાળ માટે કરવામાં આવે છે. હાલ કુલ 87 દેશોમાં ICCRના યોગ શિક્ષકો વિદેશીઓને યોગનું પ્રશિક્ષમ આપી રહ્યા છે.

અખિલેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, દેશમાં કામ કરી રહેલા તમામ વિદેશી રાજદૂતો માટે 21 જૂનના રોજ પ્રવાસી ભારતીય કેન્દ્ર, નવી દિલ્હીમાં વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં તમામ દેશોના રાજદૂતોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ વિદેશ મંત્રાલય અને ICCRના સહયોગથી કરવામાં આવી રહ્યો છે. કાર્યક્રમમાં વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પણ ભાગ લઈ શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp