સેક્સ દરમિયાન કોરોનાથી કઈ રીતે બચે કપલ, વૈજ્ઞાનિકોએ આપી આ સલાહ

PC: thenypost.files.wordpress.com

દુનિયાભરમાં હવે લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી રહી છે, પરંતુ કોરોના વાયરસનું જોખમ હજુ પણ લોકો પર મંડરાઈ રહ્યું છે. એવામાં કપલ્સ માટે હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કેટલીક ખાસ સલાહ આપી છે, જેથી તે સેક્સ દરમિયાન કોરોના વાયરસથી બચી શકે. જોકે, એક સંશોધન બાદ એવી પણ સલાહ આપવામાં આવી હતી કે, કોરોનાથી બચવા માટે કપલે સેક્સ કરવાથી જ બચવું જોઈએ. કારણ કે સેક્સ કરવાથી પણ કેટલીક હદ સુધી કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ સામે આવ્યું હતું. દરમિયાન, હાર્વર્ડ યુનિવર્સિટીના રિસચર્સે કહ્યું છે કે કપલે કિસ કરવાથી બચવું જોઈએ અને સેક્સ દરમિયાન દરેક સમયે માસ્ક પહેરી રાખવું જોઈએ.

આ ઉપરાંત, સેક્સ કર્યા બાદ કપલને નહાવાની પણ સલાહ આપવામાં આવી છે. હાર્વર્ડ યુનિવર્સિટીના રિસર્ચર્સે કહ્યું છે કે, ઘરની બહાર રહેતી વ્યક્તિની સાથે સેક્સ કોરોના સંક્રમણ માટે હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે. રિસર્ચર્સે પોતાના અભ્યાસમાં માન્યું છે કે, લોકો માટે સેક્સથી સંપૂર્ણરીતે દૂરી બનાવવી સંભવ નહીં બનશે. આથી તેમણે થોડી સાવધાની રાખવી જોઈએ. આ સ્ટડીને Annals of Internal Medicineમાં પ્રકાશિત કરવામાં આવી છે.

સ્ટડીના પ્રમુખ રિસર્ચર જેક ટર્બને કહ્યું કે, કોન્ટ્રાસેપ્ટિવના ઉપયોગની સાથો સાથ માસ્ક પણ પહેરવું જોઈએ. થોડાં સમય પહેલા થાઈલેન્ડના મેડિકલ એક્સપર્ટ વીરાવત મનોસુત્થીએ સલાહ આપી હતી કે, કોરોનાથી સાજા થયા બાદ 30 દિવસ સુધી લોકોએ સેક્સ કરવાથી દૂર રહેવું જોઈએ. કારણ કે તેના દ્વારા પણ કોરોના વાયરસ થવાનું જોખમ રહેલું છે.

આ ઉપરાંત, ઘણા સંશોધકોએ હાલના કોરોનાના સમયમાં નવા લોકો સાથે શારીરિક સંબંધ બનાવવાથી બચવાની પણ સલાહ આપી છે. કારણ કે તેનાથી તમને કોરોના થવાનું જોખમ વધવાની સંભાવના રહેલી છે. કેટલાક લોકોમાં કોરોના વાયરસના લક્ષણ ઉપરથી દેખાતા નથી. હાલમાં જ ચીનમાં એવા ઘણા મામલા જોવા મળ્યા છે, જેમનામાં કોરોના વાયરસના કોઈ લક્ષણ ના દેખાવા છતા તેઓ સંક્રમિત મળી આવ્યા હતા. જો તમને લાગતું હોય કે તમે સંપૂર્ણરીતે ફિટ છો, તો પણ તમે આ બીમારીને અન્યો સુધી પહોંચાડી શકો છો. ક્લોઝ કોન્ટેક્ટ અને કિસ કરવાથી પણ કોરાના વાયરસ અન્ય લોકો સુધી પહોંચી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp