ARIના લક્ષણો હોય તો પ્રથમ દિવસે આરોગ્ય વિભાગને જાણ કરો

PC: khabarchhe.com

હાલમાં કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન મુજબ સોસાયટી વિસ્તારોમાં ARIના લક્ષણો ધરાવતા લોકો સુરત મહાનગરપાલિકાને તે અંગેની જાણ કરવી ફરજિયાત છે. આવા વ્યક્તિઓ પાસે હોમ ક્વોરન્ટાઇનની સુવિધા ઉપલબ્ધ હશે તો તેમને અને તેમના સંપર્કમાં આવેલા વ્યકિતઓને અન્ય સ્થળે ક્વોરન્ટાઇન કરવામાં આવશે નહીં, પણ તેમના ઘરે જ હોમ ક્વોરન્ટાઇન કરાવવામાં આવશે. જેથી ARIના લક્ષણો ધરાવતા લોકોને તેમના ઘરે જ ટ્રીટમેન્ટ આપી શકાશે.

ARIના લક્ષણો હોય તો ગભરાવાની જરૂર નથી, લક્ષણોને છુપાવ્યા વગર પ્રથમ દિવસથી જ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરવી જેથી ત્વરિત સારવાર મેળવી ઝડપથી સ્વસ્થ થઈ શકાય એમ સુરત મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે.

શહેરમાં કોરોના વાઈરસની મહામારી વ્યાપક પ્રમાણમાં પ્રસરી રહી છે. તેમ છતાં અમુક શહેરીજનો દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર સર્વે કરતી ટીમોને સાચી માહિતી આપવામાં આવતી નથી. પરિણામે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધતી રહે છે અને ઘણીવાર આવા દર્દીઓ ખુબ જ ટૂંકા ગાળામાં મૃત્યુ પામે છે, જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે તમામ લોકો સુરત મહાનગરપાલિકાની ડોર ટુ ડોર સર્વે કરતી ટીમને સહયોગ આપે જેથી કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતાં લોકોને સમયસર સારવાર આપી શકાય અને તેમનું જીવન બચાવી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp