પતિ જોડે સંબંધ બનાવતા મહિલાને થઈ એલર્જી, પહોંચી મોતના મુખમાં

PC: ladbible.com

એક મહિલાને સેક્સને કારણે એવી એલર્જી થઈ જેના કારણે તે મોતના મુખમાં જતા જતા બચી. અમેરિકાના મેરીલેન્ડમાં રહેનારી મહિલાની કેસ રિપોર્ટ અમેરિકન જર્નલ ઓફ મેડિસીનમાં પ્રકાશિત કરવામાં આવી છે. વાત એ છે કે, મહિલાનો પતિ અમુક દવાઓ લઈ રહ્યો હતો, જેને કારણ તેને એલર્જી થઈ ગઈ.

'પ્રેમથી લગભગ મોત-ચેતવણી આપનારી કૉઈટલની કહાણી' ટાઈટલથી મહિલાની રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવી હતી. પતિ જે દવાઓ લઈ રહ્યો હતો તેને કારણે મહિલાને આ રીતની ઘણી તકલીફો થવા લાગી.

શરૂઆતમાં તો ડોક્ટરોને લાગેલૂ કે, મહિલાને લૉ બ્લડ પ્રેશરની ફરિયાદ છે. પણ ત્યાર પછી મહિલાને જણાવવામાં આવ્યું કે, તે anaphylactic shockનો સામનો કરી રહી છે. મહિલાના પતિને બેક્ટેરિયલ ઈન્ફેક્શનને કારણે પેનિસિલિન નામની દવા આપવામાં આવતી હતી.

હોસ્પિટલથી જ્યારે તે મહિલાને રજા આપવામાં આવી ત્યારે તેને ડૉક્ટરો દ્વારા 1 અઠવાડિયા સુધી સેક્સ ન કરવાની સલાહ આપવામાં આવી, જ્યાં સુધી પતિને આપવામાં આવેલી એન્ટીબાયોટિક્સનો ડોઝ પૂરો ન થઈ જાય. રિપોર્ટમાં કહેવામાં આવેલું કે, મહિલાને પતિના સીમનના સંપર્કમાં આવવાને કારણે એલર્જી થઈ હતી.

આ રીતની એલર્જીના એક-બે મામલા પહેલા પણ સામે આવી ચૂક્યા છે. તો રિપોર્ટમાં સલાહ આપવામાં આવી કે, દવા આપનારા ડૉક્ટર્સે દર્દીની સાથે તેના પરિવારના સભ્યોના એલર્જીક રિએક્શનને પણ ધ્યાનમાં દેવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp