ચૂંટણીના પરિણામો આવી ગયા, હવે પેટ્રોલ ડીઝલના ભાવ વધવા માંડયા

PC: abplive.com

પેટ્રોલ અને ડીઝલના ભાવ નિયમનકારી હોય છે એવું કહેવાય છે, પરંતું જેવું દર વખતે થાય છે તેમ ચૂંટણીના સમયમાં કયાં તો પેટ્રોલ ડીઝલના ભાવ વધતા અટકી જાય છે કયાંતો ઘટી જાય છે. પરંતું જેવી ચૂંટણીની મૌસમ પુરી થાય એટલે તેની કિંમતો વધવા માંડે છે. આ વખતે પણ 4 રાજયો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની ચૂંટણીના પરિણામો પુરા થયા પછી છેલ્લાં બે દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવા માંડયા છે.

 ચૂંટણીઓને કારણે છેલ્લાં 18 દિવસથી સ્થિર રહેલા પેટ્રોલના ભાવમાં 20 પૈસાથી લઇને 32 પૈસા અને ડીઝલના ભાવમાં 37 પૈસાનો વધારો થયો છે. ચાર મેટ્રો શહેરોની વાત કરીએ તો બધા શહેરોમાં ડીઝલ મોંઘુ થયું છે, પરંતું દિલ્હીમાં 8 પૈસા સસ્તું થયું છે.

 આ પહેલાં સામાન્ય લોકોને મોંઘા પેટ્રોલ ડીઝલના ભાવમાં 15 એપ્રિલથી થોડી રાહત મળી હતી. એપ્રિલ મહિનામાં એક વખત અને માર્ચ મહિનામાં ત્રણ વખત પેટ્રોલ ડીઝલના ભાવ ઘટયા હતા. પેટ્રોલ ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર 31 માર્ચ 2021ના દિવસે થયો હતો. તે વખતે દિલ્હીમાં પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 23 પૈસા સસ્તું થયું હતું. માર્ચ મહિનામં પેટ્રોલ 61 પૈસા સસ્તું થયું હતું. અને ડીઝલના ભાવમાં 60 પૈસાનો ઘટાડો થયો હતો. માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાનું મુખ્ય કારણ વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઇલની નરમાઇ હતું.

દેશના ઘણા શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પાર કરી ગયો છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પેટ્રોલનો ભાવ 101.61 રૂપિયા છે. જયારે મધ્ય પ્રદેશના અનૂપપુરમાં પેટ્રોલનો ભાવ 101.33 રૂપિયા છે.

દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ લીટર દીઠ 90.55 રૂપિયાથી 8 પૈસા ઘટીને 90.47 રૂપિયા થયો છે. જયારે મુંબઇમાં પેટ્રોલનો ભાવ 97.12, કોલકાતામાં 90.92 રૂપિયા અને ચેન્નાઇમાં 92.55 રૂપિયા થઇ ગયો છે. એટલે દિલ્હી સિવાય બાકીના મેટ્રો શહેરોમાં પેટ્રોલની કિંમત વધારે છે.

 છેલ્લાં 1 વર્ષની વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં એક વર્ષમાં 21 રૂપિયાનો વધારો થઇ ગયો છે. 5મે 2020ના દિવસે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લીટર દીઠ 69.59 રૂપિયા હતો. ડીઝલના ભાવમાં 1 વર્ષમાં 19 રૂપિયા જેટલો વધારો થયો છે. એક વર્ષ પહેલાં  ક્રુડ ઓઇલના ભાવ બેરલ દીઠ 30 ડોલરથી નીચા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp