અમદાવાદમાં યુદ્ધના ધોરાણે ખાડા કેમ પૂરાઇ રહ્યા છે, કોઇ આવવાનું છે?

PC: news18.com
 
અમદાવાદ શહેરમાં આ સીઝનમાં પડેલા ભારે વરસાદ બાદ ધોવાઈ ગયેલા રસ્તાઓના ખાડા પુરવાની અમપા દ્વારા શરૂઆત કરવામાં આવી છે.આ માટે ૨૦ રોલર અને જેટ પેચર સહીત ૮૦૦થી પણ વધુ મજુરો કામે લગાડવામાં આવ્યા છે.અમપા તરફથી છેલ્લા ૨૪ કલાકમાં પશ્ચિમઝોનમાં ૬૦૬,નોર્થમાં ૩૪૮,સાઉથમાં ૩૫૫,ઈસ્ટમાં ૩૭૬,સેન્ટ્રલમાં ૧૧૨,નોર્થ વેસ્ટમાં ૩૧૦ અને સાઉથ વેસ્ટઝોનમાં ૧૦૭ ખાડાઓ પુરવામાં આવ્યા છે.આ વર્ષે ૩૨ ઈંચ જેટલા વરસાદમાં ૨૩૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ૨૩૮.૨૦ કી.મી.ના રસ્તાને નુકસાન ન થયુ હોવાનો અમપા દ્વારા દાવો કરાયો છે.૮૦૦થી ૧૦૦૦ કી.મી.રોડ વિવિધ કંપનીઓ દ્વારા ખોદી તેને યોગ્ય પુરાણ ન કરાયુ હોવાના કારણે ખાડાવાળા બન્યા હોવાનો દાવો કરાયો છે.તંત્રે વિવિધ વિસ્તારોમાં પેચવર્ક માટે ૨૭ ભઠ્ઠા શરૂ કરી ૫૭ છોટાહાથી,૧૧૨ ટ્રેકટર અને ૨૦ રોલરની મદદથી વિવિધ રોડ પર જેટ પેચર અને ઈન્ફ્રા રેડ પેચરની મદદથી પેચવર્ક શરૂ કર્યુ છે.નવરાત્રિ પહેલા આ કામગીરી પુરી કરી લેવાશે તેવી હૈયાધારણ અપાઈ છે. જોકે, આવી રીતે કામ શરૂ કરાતા લોકો વાત કરી રહ્યા છે કે આટલી ઝડપથી કામ કેમ કરાઇ રહ્યું છે. શું કોઇ મોટા નેતા આવવાના છે. 
 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp