IPL બાદ આ T20 લીગમાં રમી શકે છે મહેન્દ્રસિંહ ધોની અને રૈના

PC: BBL

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020 ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે વહેલી જ પૂરી થઈ જશે તેમ લાગી રહ્યું છે. આમ મહેન્દ્ર સિંહ ધોનીને આશા છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ફ્રેન્ચાઈઝી સાથે તે વધુ એક સિઝન રમી શકે છે, તો તેનું આગલું અસાઇમેન્ટ બિગ બેઝ લીગ (BBL)માં હોય શકે છે. એક અંગ્રેજી વેબસાઇટ મુજબ બિગ બેઝ લીગની ફ્રેન્ચાઈઝીઓ મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના, યુવરાજ સિંહ જેવા ખેલાડીઓને આવનારી સિઝનમાં પોતાની સાથે જોડવા માટે ઉત્સુક છે. BBLની ટીમોમાં હવે બેની જગ્યાએ 3 વિદેશી ખેલાડી સામેલ કરવામાં આવશે અને આ કારણે ટીમોની નજર વિદેશી ખેલાડીઓ પર ટકી છે. મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના અને યુવરાજ સિંહના રૂપમાં કોઈ ફ્રેન્ચાઇઝીને નામ માત્ર અનુભવી T20 ખેલાડી જ નહીં, પરંતુ ઉત્તમ બ્રાન્ડ વેલ્યૂવાળા ખેલાડી પણ મળે છે. જોકે તેમાં BCCIનો નિયમ આડે આવી શકે છે.  

BCCIના નિયમ મુજબ ભારતીય ખેલાડી વિદેશી લીગમાં નહીં રમી શકે. જોકે યુવરાજ સિંહે ઈન્ટરનેશનલ ક્રિકેટ અને IPLમાંથી સંન્યાસ લઈ લીધું છે, પરંતુ ધોની અને સુરેશ રૈના IPLનો ભાગ છે. આ વાત નોંધવા જેવી છે કે, આ વર્ષે ડિસેમ્બરમાં થનારી બિગ બેઝ લીગ સિઝન દરમિયાન ત્રણેય ખેલાડીઓમાંથી કોઈ વ્યસ્ત નહીં હોય. આ લીગ દરમિયાન ભારતીય ટીમ પણ ઑસ્ટ્રેલિયામાં જ રહેશે, પરંતુ આ ત્રણેય ખેલાડીઓએ બિગ બેઝ લીગમાં રમવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે NOC લેવી પડશે. જોકે વર્ષ 2016માં બિગ બેઝ લીગમાં રમવાને લઈને ધોનીએ કહ્યું હતું કે, આ વખતે મારું ધ્યાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા પર છે અને આ સમયે કશું નહીં કહી શકું કે ભવિષ્યમાં શું થશે.

મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે, એ નિર્ભર કરે છે કે હું ક્યારે સંન્યાસ લઉં છું અને શું હું ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવાની સ્થિતિમાં છું. બીગ બેઝ લીગમાં ક્રિકેટની ગુણવત્તા ઘણી વધારે છે અને એ બધુ શારીરિક ફિટનેસ અને ઈચ્છાશક્તિ પર નિર્ભર કરે છે. તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન, બેટ્સમેન અને વેકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટની સાંજે સોશિયલ મીડિયાના માધ્યમથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી અને તેના થોડા જ સમયમાં સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની વાત કહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp