ડૉક્ટરોએ કર્યો ચોંકાવનારો ખુલાસો, આંખોના માધ્યમથી પણ ફેલાઈ શકે છે કોરોના વાયરસ

PC: amarujala.com

કોરોના વાયરસના વધતા સંક્રમણની વચ્ચે દુનિયાભરના લોકો તેની દવા અને વેક્સીન તૈયાર થવાની રાહ જોઈ રહ્યા છે. જ્યાં સુધી તેની વેક્સિન બજારમાં ના આવે ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ, ફેસ માસ્કનો ઉપયોગ, સ્વચ્છતા જાળવવી જેવી આદતો જ કોરોના વાયરસથી બચવાનું માધ્યમ છે. એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાતી આ મહમામારીથી ફેસ માસ્ક ઘણી હદ સુધી બચાવ કરે છે. તે આપણા નાક અને મોઢા દ્વારા વાયરસનું સંક્રમણ થવાથી બચાવે છે. પરંતુ હાલમાં જ વિશેષજ્ઞોએ કહ્યું છે કે, કોરોના વાયરસનું સંક્રમણ આંખો દ્વારા પણ ફેલાઈ શકે છે.

આંખોનો રંગ ગુલાબી થવો કોરોના વાયરસના શરૂઆતી લક્ષણ હોઈ શકે છે. સાથે જ આ વાયરસ 21 દિવસો સુધી આંખોની અંદર રહી શકે છે. એટલું જ નહીં, અત્યારસુધીમાં ઘણા બધા સંક્રમિત દર્દીઓની આંખો ગુલાબી થવાનો રિપોર્ટ સામે આવી ચુક્યો છે. કોરોના વાયરસ વિશે અત્યારસુધી મોટાભાગના લોકો એવું જ માનતા હતા કે, તે નાક અને મોઢા દ્વારા જ ફેલાય છે, પરંતુ હવે ડૉક્ટરોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ડૉક્ટરોનું કહેવું છે કે, કોરોના વાયરસ આંખો દ્વારા પણ ફેલાઈ શકે છે. જોકે, કાન દ્વારા કોરોના વાયરસ ફેલાવાની આશંકાઓનો તેમણે ઈનકાર કરી દીધો છે.

ડૉક્ટરોનું કહેવું છે કે, જો કોઈ સંક્રમિત વ્યક્તિ ખૂબ જ નજીક હોય અને ત્યારે ખાંસી ખાય અથવા તો છીંક ખાય તો નાક અને મોઢાની સાથોસાથ આંખો દ્વારા પણ સંક્રમણ શરીરમાં પ્રવેશ કરી શકે છે. વાયરસના સંક્રમણમાં આવેલા હાથોથી આંખોને હાથ લગાવવાથી પણ સંક્રમણ ફેલાવાની આશંકા રહેલી છે. સાથે જ, કોઈ સંક્રમિત વ્યક્તિના આંસુઓથી પણ આ સંક્રામક રોગની ચપેટમાં આવવાનું જોખમ રહેલું છે.

અમેરિકન એકેડમી ઓફ ઓપ્થેમોલોજી અનુસાર, ચશ્મા પહેરવાથી પણ આંખો દ્વારા કોરોના વાયરસથી સુરક્ષા મળી શકે છે. સ્વાસ્થ્ય દેખરેખ કર્મચારીઓને પણ સંક્રમિત દર્દીઓની સારવાર કરતી વખતે ચશ્મા પહેરવાની સલાહ આપવામાં આવી છે. અમેરિકાના રોગ નિયંત્રણ તેમજ રોકથામ કેન્દ્રના જણાવ્યા અનુસાર, કાન દ્વારા કોવિડ-19 ફેલાવાની આશંકા નથી. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, વારંવાર હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને બહાર નીકળતી વખતે ચહેરાને ઢાંકવો, આ બધા ઉપાયોની મદદથી જ આ વાયરસને ફેલાતો અટકાવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp