26th January selfie contest

મોદીજી, પુરુષોને કહો કે ઘરના કામકાજમાં મદદ કરે

PC: newindianexpress.com

ભારતમાં ઘરેલૂ કામકાજ સામાન્યરીતે એક બોજાવાળું અને થકવી નાંખનારું કામ હોય છે. પશ્ચિમી દેશો કરતા ઉલટ અહીં દરેક પરિવારમાં ડિશવોશર, વેક્યૂમ ક્લીનર અથવા વોશિંગ મશીન નથી હોતા. એવામાં દરેક થાળી અથવા વાડકી હાથથી જ ધોવી પડે છે. કપડાને ડોલમાં પલાળીને ધોવા પડે છે અને સુકવવા પડે છે. સુકાયા બાદ વ્યવસ્થિત કબાટમાં ગોઠવવા પડે છે. ઘરોમાં ઝાડુ-પોતા મારવા પડે છે. ત્યારબાદ બાળકો અને મોટેરાઓની સાર-સંભાળ લેવી પડે છે. તેમની પસંદનું ખાવાનું, નાસ્તો બનાવવો પડે છે. દેશના ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારોમાં ઘરના કામકાજ ઘરેલૂં સહાયકો પર ટકેલું હોય છે. એવામાં પાર્ટટાઈમ રસોઈ બનાવનાર, સાફ-સફાઈ કરનારા અને આયા સામેલ હોય છે. આ ઉપરાંત, મધ્યમવર્ગીય પરિવારોમાં સાફ-સફાઈ કરનારા સહાયકોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. જ્યાં પતિ-પત્ની બંને નોકરી કરતા હોય, ત્યાં આયા પણ રાખવામાં આવે છે. પરંતુ લોકડાઉન દરમિયાન જ્યારે તમામનું ઘરે આવવા-જવાનું બંધ થઈ ગયું છે, તો કામને લઈને ઘરોમાં ઝઘડા શરૂ થઈ ગયા કારણ કે અચાનકથી ઘરના કામની સંપૂર્ણ જવાબદારી ઘરની મહિલાઓ પર આવી ગઈ અને કામ અચાનક અનેકગણું વધી ગયું. આ જ બધી વાતોના જવાબ શોધવા લેખિકા સુબર્ણા ઘોષે આ અરજી કરી છે.

અરજીમાં પૂછવામાં આવ્યું છે, શું ઝાડુ પર એ લખ્યું હોય છે કે તેને માત્ર મહિલાઓ જ ઉઠાવશે? પોતું માત્ર મહિલાઓ જ મારશે. આ અરજી ચેન્જ.ઓર્ગ પર નાંખવામાં આવી છે. તેમાં એવું પણ પૂછવામાં આવ્યું છે, શું વોશિંગ મશીન પર લખ્યું હોય છે કે તેને માત્ર મહિલાઓ જ ચલાવશે? શું વેક્યૂમ ક્લીનર પર લખ્યું હોય છે કે, તેને માત્ર મહિલાઓ જ ચલાવશે? એવું ક્યાં લખ્યું છે કે, ખાવાનું માત્ર મહિલાઓ જ બનાવશે. કપડાં માત્ર મહિલાઓ જ સુકવશે. તેઓ ખાવાનું બનાવી-બનાવીને, સાફ-સફાઈ કરીને અને કપડાં ધોતા-ધોતા થાકી ગઈ છે. સાથે જ તેમણએ પોતાની ઓફિસનું કામ પણ ઘરેથી કરવાનું હોય છે. મારા જેવી તમામ મહિલાઓ આવી જ પરિસ્થિતિમાં છે. ઘરના કામકાજની જવાબદારી માત્ર મહિલાઓ પર હોય છે. હું ખાવાનું બનાવું છે, સાફ-સફાઈ કરું છું, કપડાં ધોઉં છું અને બાકીના તમામ કામો પણ કરું છે. હવે થાકી ગઈ છું. મુંબઈમાં રહેતી ઘોષે જણાવ્યું કે, તેમના જેવી કેટલીય મહિલાઓ આ પરિસ્થિતિ સામે ઝઝૂમી રહી હશે. આ અરજી તેમના જ જીવનના અનુભવોનો સાર છે.

તેઓ કહે છે કે, તેમના પતિ બેંકર છે. તેઓ ઘરેલૂં કામકાજ કરનારાઓમાંથી નથી. તેમનો ટીનેજ દીકરો અને દીકરી ક્યારેક-ક્યારેક તેમની મદદ કરી દે છે. ઘોષ એક ચેરિટી ચલાવે છે. તેમણે લોકડાઉનમાં પોતાના કામ સાથે સૌથી વધુ બાંધછોડ કરવી પડી. તેમણે કહ્યું કે, લોકડાઉનના પહેલા મહિનામાં જ તેઓ ઘરના કામ કરીને થાકી ગયા હતા. આથી, તેમણે તે અંગે ફરિયાદ કરી તો જવાબ મળ્યો કે આ બધુ ના કરો. આથી, એક દિવસ ગુસ્સે થઈને તેમણે બધા જ કામો રહેવા દીધા અને ત્રણ દિવસ સુધી કોઈ કામ ના કર્યું તો ઘરમાં ગંદા વાસણો અને કપડાંઓનો ઢગલો થઈ ગયો. આથી ઘરના સભ્યો સમજી ગયા કે ઘોષ ખૂબજ નારાજ છે. આથી તેમણે ધીમે-ધીમે બધા કામો કરવાના શરૂ કર્યા. આ એક મૂળભૂત સવાલ છે, છતા આપણા દેશમાં લોકો વધુ વાત કરવા નથી માગતા, આથી તે ઈચ્છે છે કે મોદીજી તેના પર વાત કરે. ઘોષની અરજી પર અત્યારસુધીમાં 70000 કરતા વધુ લોકોએ સહીં કરી છે.

ઘોષ કહે છે કે, લૈંગિક અસમાનતા એક મોટો મુદ્દો છે, મોદીજીએ તેના પર વાત કરવી જોઈએ. તેઓ કહે છે કે, તેમને આશા છે કે, તેઓ આ વખતે જરૂર વાત કરશે. મોદીજીને મહિલાઓનું ઘણું સમર્થન છે. એવામાં તેમણે મહિલાઓ સાથે સંકળાયેલા મહત્ત્વના મુદ્દાઓ પર વાત જરૂર કરવી જોઈએ. સાથે જ તેઓ કહે છે કે, મોટાભાગના પુરુષ પોતાની પત્નીઓને બદલે વડાપ્રધાનની વાત વધુ માને છે, આથી તેમના કહેવા પર તેમની વાત તેઓ જરૂર માનશે.

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઝેશનના એક રિપોર્ટ અનુસાર, 2018માં શહેરી ભારતમાં મહિલાઓએ વેતન ન મળતા દેખરેખના કામો કરવામાં 312 મિનિટ ખર્ચી. તેનાથી વિરુદ્ધ પુરુષોએ આ કામ પર માત્ર 29 મિનિટ ખર્ચી. ગામની મહિલાઓએ 291 મિનિટ કામ કર્યું, જ્યારે પુરુષોએ માત્ર 32 મિનિટ આપી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp