જે માતા-પિતા પોતાના બાળકોનો હાથ છોડતા જ નથી...

PC: newindianexpress.com

(Utkarsh Patel) આ સંસારમાં બાળક સ્વરૂપે માનવ જન્મે અને પ્રત્યે માનવને મોટેભાગે પ્રથમ ઘડતર માતા પિતા પાસેથી જ મળે.

હા માતા-પિતા પોતે જ તેમના બાળકોના ભવિષ્ય માટે જવાબદાર હોય છે.

જે માતા-પિતા પોતાના બાળકોનો હાથ પકડીને ચાલવાનું નથી શીખવાડતા તેમના બાળકો ક્યારેય ચાલવાનું નથી શીખતા,

અને

જે માતા-પિતા પોતાના બાળકોનો હાથ છોડતા જ નથી એમના બાળકો ક્યારેય દોડવાનું નથી શીખી શકતા.

હાથ પકડો તમારા બાળકનો અનેક પછી હાથ એને ખબર ના પડે એમ છોડી દો!!

બાળકને ચાલતા શીખવાડો એને કહો તુ દોડ હવે હું તારી સાથે જ છું પાછળ વળીને ના જોઈશ.

આ હાથ પકડવાના દૃષ્ટાંતનું તાત્પર્ય ભાવાર્થ એ છે કે...

બાળકને એના જીવનમાં ઉપયોગી એવી દરેક નવી આવડત કેળવવામાં માતા-પિતાએ એને સાથ આપવો જ જોઈએ પરંતુ એ સાથ મર્યાદિત હોવો જોઈએ, આવડત કેળવાઈ ગયા પછી એને માત્ર હુંફ આપવી કે હા હું તારી સાથે જ છું તું આગળ વધ.

બાળકો પર વિશ્વાસ મુકવો જોઈએ અને એની દિશા યોગ્ય છેને એ આપણે બસ દૂરથી ધ્યાન રાખવું જોઈએ તો એને ક્યાંક વાળતા ફાવે અને એને ક્યાંક સથવારાની જરૂર પડેને તો આપણે હાજર રહી સાથ આપી શકીએ.

હું મોટેભાગે કોઇ વિષયની સમજમાં મારા જીવનની જ વાત કરતો આવ્યો કેમ કે કોઈકની વાત આપણે શું કામ કરવી જ્યારે આપણે પોતે જ યોગ્ય હોઈએ... હવે સંક્ષિપ્તમાં મારા જીવનની વાત.

મારા માતા-પિતાએ મને મારી બધી જ સારી નબળી વાતોમાં મને ટેકો કર્યો.

જીવનમાં ભણતર, સમાજસેવા, બાળપણ, યુવાનીમાં મને જેમ ફાવે તેમ જીવવા દીધો, વેપાર... કહો કે સમગ્ર જીવન વ્યવસ્થાઓમાં મને બધી જ સ્વતંત્રતા આપી. પણ તેઓની મને ખબર ના પડે એમ મારી પ્રત્યેક વાત પર ધ્યાન હોય આજેય હોય અને ક્યાંક ચૂક થતી જણાય એટલે એમની હાજરીનો અનુભવ મને કરાવે!

ટૂંકમાં ઘોડાને દોડવા દેવામાં આવે પણ લગામ તો માલિક પાસે હોય. દોડનાર ઘોડાને દોડવાની ખૂબ મજા આવે પણ ખીણ કે ખાડો આવે ત્યારે માલિક લગામ ખેચી ભાન કરાવે કે થોભીજા.

બસ આવું જ કંઈક મારું જીવન.

આપણું જ લોહી છે આપણા બાળકો.

જે માતા-પિતાના લોહીમાં સંસ્કાર હશે એજ એમના બાળકોમાં આવવાના એટલે માતા-પિતાએ પ્રથમ તો સ્વયં શું છે એ સમજી લેવું જોઈએ અને પછી એ મુજબનો સુધારા સાથેનો નવો અવતાર બાળકો સ્વરૂપે જીવે આ સંસારમાં એ કરવું જોઈએ અને એ મુજબ પોતાના બાળકોનું ઘડતર કરવું જોઈએ.

અગત્યનું:

તમારા બાળકો તમારા ઘડપણની ટેકા રૂપ લાકડી બને એવી નબળી અપેક્ષાથી બાળકોને મુક્ત કરો. એમને એમના જીવનમાં આગળ વધવા ટેકો કરો પણ એમને તમારા આધારીત કરશો નહીં.

(સુદામા)

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp