પાંચ વર્ષમાં 20 લાખ લોકોને નોકરી મળે તેવી વ્યવસ્થા ગુજરાત સરકાર કરશે

PC: dnaindia.com

ગુજરાતમાં કોરોના સંક્રમણ સમયે લોકોની રોજી-રોટી છીનવાઇ રહી છે ત્યારે સરકારે યુવાનોને આશ્વાસન આપતાં કહ્યું છે કે અમે બે લાખ યુવાનોને સરકારી તેમજ અર્ધ સરકારી નોકરી આપીશું, જ્યારે પાંચ વર્ષમાં 20 લાખ લોકોને રોજગારી મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે બજેટની રજૂઆત કરતાં કહ્યું હતું કે અમે સરકારી કચેરીઓ, બોર્ડ-નિગમ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભરતી કરીને બે લાખ લોકોને સરકારી તેમજ અર્ધ સરકારી નોકરી આપીશું. એટલું જ નહીં પાંચ વર્ષમાં અલગ અલગ સેક્ટરમાં મળીને કુલ 20 લાખને રોજી મળે તેવી તકોનું સર્જન કરવાના છીએ.

તેમણે કહ્યું કે ગુજરાત સરકાર દ્વારા બોર્ડ નિગમ, સરકારી કચેરીઓ, ગ્રાન્ટેબલ સંસ્થાઓ તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ગ્રાન્ટ આપવામાં આવે છે. સરકારી કર્મચારીઓને સરકાર પગાર ચુકવે છે, અત્યારે રોજગારી મોટો વિષય છે ત્યારે રોજગારીની આવશ્યકતા રહે છે. સરકાર દ્વારા સરકારી, અર્ધ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીઓની વ્યવસ્થા કરવામાં આવશે.

નીતિન પટેલે રોજગારીની તક અંગે કહ્યુ કે, “પાંચ વર્ષમાં યોગ્ય લાયકાત ધરાવતા ક્વોલિટી મેરીટ આધારિત બે લાખ યુવાનોને રાજ્ય સરકાર ભરતી કરશે. આ ભરતી રોજગાર મેળા દ્વારા ઉભી કરાશે. એ ઉપરાંત પાંચ વર્ષમાં મેન્યુફેક્ચરીંગ સેક્ટર, ફાર્મા સેક્ટર, એનર્જી, એન્જિનિયરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આઇટી, પ્રવાસન, હોસ્પિટાલિટી, ફૂડ પ્રોસેસિંગ, બેન્કિંગ, સર્વિસ સેક્ટરમાં યુવાનો માટે 20 લાખ યુવાનોની રોજગારી આપવામાં અમે પ્રયાસ કરવાના છીએ.

જોકે, સરકાર નોકરીઓ તો સરકારના હાથમાં હોય છે પરંતુ ખાનગી નોકરીઓ સરકાર પોતે નક્કી કરી શકતી નથી. સરકારી નોકરીઓમાં પણ નોકરીની જાહેરાત આવે ત્યારપછી 4થી 5 વર્ષનો પ્રોસેસમાં નીકળી જતા હોવાની ફરિયાદ ઉઠે છે. એટલે સરકાર 5 વર્ષમાં આટલી નોકરી કેવી રીતે આપશે તે મોટો સવાલ છે. પંરતુ હાલ તો સરકારની નીયત પર જ ભરોસો કરીને રાહ જોવાની રહી. ખાસ કરીને 5 વર્ષ માટે ફિક્સ પગાર પર જેમને નોકરી મળે છે તેમને રેગ્યુલર કરવામાં પણ સમય નીકળી જતો હોય છે. તેમને બીજા લાભો પણ મળતા નથી. વારંવારે ગાંધીનગર ખાતે થતા આંદોલનો શું દર્શાવે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp