છેલ્લાં 1 વર્ષમાં ભારતમાં આટલા ધનિકો વધ્યા, ટોપ-10માં એક નવું નામ

PC: businesstoday.in

ફોર્બ્સે 2024ના ભારતના ધનિકોનું લિસ્ટ જાહેર કર્યું છે. આ વર્ષે ભારતમાં કુલ 31 નવા અમીરો ઉમેરાયા છે. ગયા વર્ષે ભારતમાં કુલ અમીરોની સંખ્યા 169હતી જે વધીને 200 પર પહોંચી ગઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક બન્યા છે. ગૌતમ અદાણી બીજા નંબર પર છે. ટોપ-10 ધનિકોની યાદીમાં આ વખતે રીઅલ એસ્ટેટ દિગ્ગજ અને 92 વર્ષની વયે પહોંચેલી કે પી સિંહ 7માં નંબરે છે. ભારતીય ધનિકોની સંપત્તિ આ વખતે 41 ટકા જેટલી વધી છે.

આ યાદીમાં પહેલીવાર નરેશ ત્રેહાન, રમેશ કુન્ટીકુનન્મ, રેણુકા જગતિયાણી જેવા નામ સામે આવ્યા છે. સાવિત્રી જિંદલ ભારતના સૌથી ધનિક મહિલા બન્યા છે. ગયા વર્ષે તેઓ ભારતના ટોપ-10 ધનિકોમાં છઠ્ઠા નંબર પર હતા, આ વખતે ચોથા નંબર પર આવી ગયા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp