RBI ગવર્નર શક્તિકાંત દાસે હેલ્થકેરને લઈને આટલા રૂપિયાના ફંડનું એલાન કર્યું

PC: Amarujala.com

કોરોના વાયરસની મહામારીના માહોલમાં આર્થિક રાહત હેતું રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, ભારતીય રીઝર્વ બેન્ક કોરોનાની વર્તમાન સ્થિતિ પર નજર રાખવાનું ચાલું રાખશે. ખાસ કરીના નાગરિકો, વ્યાપારી સંસ્થાઓ તથા બીજી લહેરથી અસરગ્રસ્ત સંસ્થાઓ માટે નિયંત્રણ માટેના તમામ સંસાધનો તથા ઉકરણ પ્રાપ્ય કરાવશે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે, કોરોના વાયરસની પહેલી લહેર બાદ આર્થિક ક્ષેત્ર સુધરવા લાગ્યું હતું. પણ બીજી લહેરે ફરી એક મોટું સંકટ ઊભું કરી દીધું છે. વાયરસ સામે લડવા માટે યોગ્ય અને જરૂર સાધનોની વ્યવસ્થા કરવી પડશે.

રીઝર્વ બેન્કે લીધેલા પગલાં

- હેલ્થ કેર માટે રૂ.50,000 કરોડના ફંડનું એલાન કરાયું છે.
- આ અંતર્ગત ઈમરજન્સી હેલ્થ સર્વિસ માટે રૂ.50,000 કરોડની ફાળવણી કરવામાં આવશે. પ્રાથમિકતા ધરાવતા સેક્ટર્સ માટે ઝડપથી લોન પ્રોસિજર અને ઈન્સેન્ટિવની વ્યવસ્થા કરવામાં આવશે. જે કોવિડ લોન બુક અંતર્ગત નોંધાશે.
- રીઝર્વ બેન્ક આવનારા 15 દિવસમાં રૂ. 35000 કરોડની સરકારી સિક્યુરિટી ખરીદશે. રૂ.35000 કરોડ સરકારી સિક્યુરિટી ખરીદી માટે બીજો તબક્કો તા.20 મેના રોજ શરૂ કરશે.
- SFB માટે રૂ.10,000 કરોડના TLTRO લાવવામાં આવશે. રૂ.10 લાખ પ્રતિ બોરોઅરની મર્યાદા માટે એ નક્કી કરવામાં આવી છે. જે તા.31 માર્ચ 2022 સુધી ટર્મ સુવિધા મળી રહેશે.
- હાલના કોરોના વાયરસના કાળમાં KYCના નિયમોમાં ફેરફાર કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે.આ ઉપરાંત વીડિયોના માધ્યમથી KYCને પરવાનગી આપવામાં આવી છે.
- રાજ્યો માટે ઓવરડ્રાફ્ટ સુવિધામાં પણ રાહત આપવામાં આવી ચૂકી છે. જે તા.30 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે.
- RBIના 200થી વધારે કર્મચારીઓ-અધિકારીઓ જે પોતાના ઘરેથી-દૂર રહીને કામ કરે છે એમના માટે ક્વોરેન્ટાઈન સુવિધા પ્રાપ્ય રહેશે.
- ચોમાસુ સામાન્ય રહેવાના અનુમાનથી ખાવા પીવાની વસ્તુઓના ભાવ એની મર્યાદામાં રહે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
- નાના વેપારીઓ માટે અલગથી લોન માટેની સુવિધા કરવામાં આવી રહી છે. પણ આ લોન એ લોકો માટે રહેશે જેને પહેલા લોન ન લીધી હોય.
- વાયરસ સામે લડવા સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો રહેશે

ગ્લોબલ ઈકોનોમીમાં અત્યારે રિકવરીના સંકેત જોવા મળ્યા છે. ભારતીય અર્થતંત્ર પણ દબાણમાંથી બેઠું થઈ રહ્યું હોય એવું અત્યારે દેખાય છે. કોરોનામાંથી બહાર નીકળવાની ક્ષમતા પર ભારતનો ભરોસો અતુટ છે. ગ્રામ્ય વિસ્તારની માગને મજબુત રાખવા માટે સારા ચોમાસાની આશા વ્યક્ત કરવામાં આવે છે. ઉત્પાદન યુનિટમાં કામકાજ થોડું મંદ પડ્યું છે. જ્યારે ટ્રેક્ટર સેગમેન્ટમાં તેજી જોવા મળી છે. એપ્રિલ મહિનામાં ઓટો સેક્ટરમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. કોરોનાની મહામારીમાં પણ ઘણા વ્યવસાયે જીવંત રહેવાનું શીખી લીધું છે. કોરોના વાયરસને કારણે દેશના અનેક રાજ્યમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp