PM મોદીના નેતૃત્વ અને પ્રોત્સાહનથી 100 કરોડ વેક્સીનનો રેકોર્ડ બન્યો છેઃ અમિત શાહ
સરકારે કહ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની 100 કરોડ કોરોના વેક્સીનોની સિદ્ધિ હાંસલ કરવાને ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવતા આ કાર્યક્રમમાં સમગ્ર રાષ્ટ્રને અભિનંદન આપ્યા છે.
અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ! આજે, ભારતે 100 કરોડથી વધુ કોરોના વેક્સીન લગાવવાના લક્ષ્યને પ્રાપ્ત કરીને નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને સતત પ્રોત્સાહનથી ભારતે એક રેકોર્ડ બનાવ્યો છે, જેણે સમગ્ર વિશ્વને નવા ભારતની અપાર સંભાવનાઓથી ફરીથી પરિચિત કરાવ્યું છે.
ऐतिहासिक व गौरवमयी क्षण!
— Amit Shah (@AmitShah) October 21, 2021
आज भारत ने 100 करोड़ से अधिक कोरोना वैक्सीन लगाने के लक्ष्य को प्राप्त कर श्री @narendramodi जी के दूरदर्शी नेतृत्व व निरंतर प्रोत्साहन से एक ऐसा कीर्तिमान बनाया है जिसने पूरे विश्व को नए भारत की अपार क्षमताओं से पुनः परिचित कराया है। #VaccineCentury pic.twitter.com/YIFpjM9ruO
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ આ સિદ્ધિ હાંસલ કરવા બદલ દેશના તમામ વૈજ્ઞાનિકો, સંશોધકો અને આરોગ્ય કર્મચારીઓનો તેમના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, આ ઐતિહાસિક સિદ્ધિ માટે સમગ્ર રાષ્ટ્રને અભિનંદન. હું તમામ વૈજ્ઞાનિકો, સંશોધકો અને આરોગ્ય કર્મચારીઓનો આભાર માનું છું જેમણે ઘણા પડકારોનો સામનો કરીને આ મહાયજ્ઞમાં યોગદાન આપ્યું છે તથા હું મોદીને અભિનંદન આપું છું, જે દરેક વ્યક્તિની સલામતી અને સ્વાસ્થ્ય માટે સંકલ્પિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp