શિવરાજે મધ્ય પ્રદેશ સરકારને ગણાવી સર્કસ, કમલનાથના મંત્રીએ કર્યો પલટવાર

PC: indianexpress.com

મધ્ય પ્રદેશના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી સામસામે આક્ષેપબાજી ચાલી રહી છે. નેતાઓના નિવેદન પર ઘમાસાણ મચી ગયું છે. આવા રાજકીય માહોલમાં ગત સોમવારે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાની મુલાકાતને લઈને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ પણ ટોણો માર્યો છે. તેમણે કહ્યું હતું કે, રાજા અને મહારાજાઓના દરબાર ભરાઈ રહ્યા છે. અમે તો સામાન્ય માણસ છીએ પણ કોંગ્રેસ સરકાર સર્કસ બનીને રહી ગઈ છે. મઘ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એમના જ રાજ્યની સરકારને સર્કસ ગણાવી હતી.

જેની સામે કોંગ્રેસ સરકારના મંત્રીએ એમને વળતો જવાબ આપ્યો હતો. પ્રદેશમંત્રી પી. સી. શર્માએ શિવરાજસિંહના આ નિવેદન પર જવાબ આપતા કહ્યું હતું કે, શિવરાજની નજરમાં સરકાર સર્કસ છે તો દિગ્વિજયસિંહ અને સિંધિયા એ સર્કસના હીરો છે. પણ કોંગ્રેસ પાર્ટી અને સરકાર પર પ્રશ્ન કરનારા નેતાઓ સર્કસના જોકર છે. મધ્ય પ્રદેશ કોંગ્રસમાં સિંધિયાના નિવેદનને લઈને ઘણી બધી રાજકીય ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં કોંગ્રેસ સરકાર તરફથી વચનપત્ર પર અમલ ન કરવા મુદ્દે રસ્તે ઉતરવાની વાત કરવામાં આવી હતી. પછીથી સિંધિયાએ કહ્યું હતું કે, કોંગ્રેસનું વચનપત્ર પાંચ વર્ષ માટે છે. લોકોએ થોડી ધીરજ રાખવી પડશે. આ સમગ્ર મામલે સિંધિયાએ પોતાની જ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

સોમવારે સિંઘિયા અને દિગ્વિજયસિંહની મુલાકાતને આ મુદ્દા સાથે જોડીને ઘ્યાને લેવાઈ રહી છે. બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ છે પણ બંધ રૂમમાં કોઈ પ્રકારની ચર્ચા થઈ નથી. કોંગ્રેસ નેતાઓની વચ્ચે ખેંચતાણ વચ્ચે વિપક્ષે સરકાર પર હુમલા કર્યા છે. એક તરફ સર્કસનું નિવેદન જેની સામે સર્કસના જોકરવાળા નિવેદનથી અનેક ટીકા ટિપ્પણી થઈ રહી છે. પી. સી. શર્માએ કહ્યું હતું કે, કોંગ્રેસમાં કોઈ પ્રકારની ગડબડ નથી. પાર્ટીમાં એ જ એકતા છે તેથી ખોટી અટકળો સમાપ્ત થવી જોઈએ. મધ્ય પ્રદેશમાં ખનન નીતિ અને દારૂને લઈને ભાજપ સરકાર કોંગ્રેસનો વિરોધ કરી રહી છે. કોંગ્રેસ નેતાઓ વચ્ચેના મતભેદને લઈને રાજકીય ગરમાવો વર્તાય રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp