ઑપરેશન દરમિયાન મહિલાના પેટમાં છોડી દીધો ટુવાલ! 3 મહિના સુધી ચાલતી રહી સારવાર

PC: vox.com

ઉત્તર પ્રદેશના દેવરિયાની એક ખાનગી હોસ્પિટલમા એક હેરાન કરી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં એવો આરોપ છે કે એક ગર્ભવતી મહિલાના સિઝેરિયન ઓપરેશન દરમિયાન પેટની અંદર જ ટુવાલ છોડી દેવામાં આવી અને ટાંકા લગાવી દેવામાં આવ્યા. એટલું જ નહીં 3 મહિના સુધી એ મહિલાની સારવાર ચાલતી રહી, આરામ ન થયો તો હર્નિયા કહીને રેફર કરી દેવામાં આવી. ઉલ્લેખનીય છે કે આ ઘટના દેવરિયાની એક ખાનગી હોસ્પિટલની છે. અહીં ગર્ભવતી મહિલાની સારવાર ચાલી રહી હતી.

ઓગસ્ટ મહિનામાં ડિલિવરી થવાની હતી, તે પોતાના પિયર ગૌરી બજાર ગઈ અને 12 ઓગસ્ટે એક હોસ્પિટલમાં એડમિટ થઈ ગઈ હતી. ઓપરેશન બાદ મહિલાએ બાળકને જન્મ આપી દીધો. મહિલાનું કહેવું છે કે ઓપરેશન બાદ તેને પેટમાં સતત દુઃખાવો થઇ રહ્યો હતો, ઊલટી થતી રહી. એનીમિયા બીમારી કહીને તેની સારવાર નવેમ્બર સુધી થતી રહી, ત્યારબાદ તેને હર્નિયા કહીને ગોરખપુર રેફર કરી દેવામાં આવી. ગોરખપુરમાં પણ જ્યારે આરામ ન થયો તો તેની સારવાર લખનૌમાં શરૂ થઈ, પરંતુ તેનો પેટનો દુઃખાવો ઓછો ન થયો.

આ દરમિયાન તે પોતાના ગામમાં આવી તો કોઈએ સલાહ આપી કે ગોરખપુરની એક ખાનગી હોસ્પિટલમાં દેખાડો. તે 29 ફેબ્રુઆરીના રોજ ત્યાં એડમિટ થઈ તો તેનું મોટું ઓપરેશન કરવામાં આવ્યું. ઑપરેશન દરમિયાન ડૉક્ટર્સ હેરાન રહી ગયા. ઓપરેશન કરીને એ મહિલાના પેટમાંથી ટુવાલ કાઢવામાં આવી. અંદર ટુવાલ હોવાના કારણે સંક્રમણ ફેલાઈ ચૂક્યું હતું, ગર્ભાશય પણ સળી ચૂક્યો હતો, તેને પણ કાઢવો પડ્યો. હાલમાં મહિલાની સ્થિતિ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

મહિલાના પતિનું કહેવું છે કે તે એક દહાડી મજૂર છે તેના નાના-નાના 3 બાળકો છે જે હવે સંબંધિઓને ત્યાં રહે છે. સારવાર કરાવતા ખેતરો વેચાઈ ગયા છે, ઘરેણાં ગીરવે મુકાઇ ગયા છે. આ આખી બાબતે CMO આલોક પાંડેએ તપાસ બેસાડી દીધી છે. તો DMના નેતૃત્વમાં મેજીસ્ટ્રીયલ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. CMO દેવરિયા આલોક પાંડેએ જણાવ્યું હતું કે ઉપરોક્ત હૉસ્પિટલ વિરુદ્ધ મારી પાસે જાણકારી આવી છે. એવી માહિતી મળી છે કે ઓપરેશનમાં કેટલાક પેડ છૂટી ગયા હતા. એડિશનલ CMOને કહેવામાં આવ્યું છે કે કાલ સાંજ સુધી તપાસ કરીને રિપોર્ટ આપે. તપાસ રિપોર્ટ મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp