ગોલ્ડ મેડલ વિજેતા એથ્લેટ બન્યો ZOMATO ડિલિવરી બોય! કંપનીએ શેર કરી ઈમોશનલ સ્ટોરી

PC: aajtak.in

ફૂડ ડિલિવરી કંપની ZOMATOએ તેના એક ડિલિવરી બોયની ઈમોશનલ સ્ટોરી શેર કરી છે. જે એથ્લેટિક્સમાં રાજ્ય કક્ષાનો ચેમ્પિયન રહી ચૂકયો છે. ZOMATOમાં કામ કરતી વખતે તે કેવી રીતે તેના અને તેની બહેનના સપનાને સાકાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, તેણે વીડિયોમાં જણાવ્યું છે.

આ બિહારના વૈશાલી જિલ્લાના રહેવાસી મુકેશ કુમાર છે. તેમની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. મુકેશે તેના સ્કૂલના દિવસોમાં એથ્લેટિક્સમાં 4 ગોલ્ડ મેડલ જીત્યા હતા. જેના કારણે તેમના શિક્ષકો ખૂબ પ્રભાવિત થયા અને તેમને પ્રોત્સાહિત કર્યા. કહ્યું કે તમે ભવિષ્યમાં ખૂબ સારું કરી શકશો.

મુકેશ કહે છે- હું 400 મીટરનો એથલીટ છું. મેં સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મેં વિશાખાપટ્ટનમમાં નેશનલ લેવલ એથ્લેટિક્સમાં પણ ભાગ લીધો હતો. પરંતુ કેટલાક કારણોસર હું ત્યાં માત્ર ચોથું સ્થાન મેળવી શક્યો. આ કારણે હું ડિપ્રેશનમાં જતો રહયો. મને લાગ્યું કે હું ફરી ક્યારેય જીતી શકીશ નહીં.

મુકેશે જણાવ્યું કે આ નિરાશાની વચ્ચે તેમના શિક્ષકોએ તેમનો સાથ આપ્યો. કહ્યું કે આજે ભલે તમે હારી ગયા પણ એક દિવસ તમે ચોક્કસ જીતશો. શિક્ષકોની વાત સાંભળ્યા બાદ મુકેશે ફરીથી તાલીમ શરૂ કરી અને તે ચાલુ છે. કોવિડ વચ્ચે જ્યારે તમામ સ્ટેડિયમ બંધ હતા ત્યારે પણ તે ગંગા ઘાટ પર જઈને પ્રેક્ટિસ કરતો હતો.

ઘરેલું પરિસ્થિતિ વિશે વાત કરતા મુકેશે કહ્યું- મારા પિતા ખેડૂત છે. તેમની કમાણી ઘણી ઓછી છે. તેઓ મને મદદ કરે છે. પરંતુ તે પૂરતું નથી. આવી સ્થિતિમાં, મારા એક મિત્રએ મને ડિલિવરી પાર્ટનર બનીને પૈસા કમાવવાનો માર્ગ સૂચવ્યો. તેથી હું Zomato માં જોડાયો.

મુકેશ કહે છે- જ્યારે મને ઝોમેટો પાસેથી પહેલીવાર પૈસા મળ્યા ત્યારે મેં મારી બહેન માટે શૂઝ ખરીદ્યા હતા. મારી બહેન પણ સ્ટેટ લેવલની ચેમ્પિયન છે. હું ઈચ્છું છું કે તે રમવાનું ચાલુ રાખે. નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ જીતે. હું મારા માટે પણ એવું જ ઈચ્છું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp