ભાજપે 24 કલાક વીજળી આપી, કોંગ્રેસની સરકારમાં ફ્રિજમાં આઈસ્ક્રીમ ઓગળી જતોઃ શાહ

PC: khabarchhe.com

મહુવા વિધાનસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શિવા જેરામ ગોહિલ માટે ચૂંટણી પ્રચાર કરવા ગયેલા હોમ મિનિસ્ટર અમિત શાહે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. પહેલા તો તેમણે કમળના નિશાન ઉપર મત અને આપીને વિજયી બનાવવા અપીલ કરી હતી. પછી તેમણે આકરા પ્રહારો કર્યા હતા.

ગુજરાતમાં હવે ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગૃહ મંત્રી અમીત શાહ શનિવારે મહુવા વિધાનસભા વિસ્તાર માટે પ્રવાસે આવ્યા હતા. તેમણે માર્કેટયાર્ડ ખાતે જનસભા સંબોધતા જણાવ્યુ હતુ કે, ભાજપની સરકારે ઘરે ઘરે નર્મદાના પહોંચાડ્યા છે. ભાજપની તેમજ ભાજપના વિકાસ કાર્યોની વાતો કરી હતી. આમ ભાજપ દ્વારા શેલા કેટલાક સમયમાં કરવામાં આવેલા વિકાસના કાર્યોની નિમિત્ત્યા દ્વારા વાત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમા આર.સી. મકવાણા, ઉમેદવાર શીવા ગોહિલ મહિલા, મોરચો સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેઓએ રાહુલ ગાંધીની યાત્રા વિશે કટાક્ષ કર્યો હતો. સરકારમા લોકોને 24 કલાક વીજળી મળતી થઈ છે. તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યુ કે, કોંગ્રેસની સરકારમાં વીજળીના ધાંધિયાના કારણે ફ્રીઝમાં રાખેલો આઈસ્ક્રીમ પણ ઓગળી જતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp