ગુજરાતમાં આજે 1034 કેસ, અમદાવાદ-સુરત બાદ આ જિલ્લામાં પણ આવી રહ્યા છે 100 પાર કેસ

PC: khabarchhe.com

ગુજરાતમાં આજે 1034 નવા કેસો સામે આવ્યા છે અને ICMRની નવી ગાઇડલાઇન મુજબ 27 લોકોના મરણ થયા છે, જ્યારે 917 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવા કેસોની સંખ્યાના સમાવેશ સાથે ગુજરાતમાં 67811 કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા થઇ ગઇ છે. જેમાં 82 લોકો વેન્ટીલેટર પર છે, જ્યારે 14823 સ્ટેબલ છે. 50322 દર્દીઓને અત્યારસુધીમાં ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 2574 લોકોના મોત થયા છે.

આજે 27 લોકોના મોત થયા છે, જેમાંથી 9 લોકો સુરત જિલ્લાના છે, જ્યારે અમદાવાદમાં 5 લોકોના નિધન, રાજકોટમાં પણ 5 લોકો, વડોદરામાં 3 લોકો, કચ્છમાં 2 લોકો, મહેસાણા, વલસાડ અને જામનગરમાં 1-1 લોકોના નિધન થયા છે. ગુજરાત સરકારે અત્યારસુધીમાં 903782 ટેસ્ટ કર્યા છે. હાલમાં ગુજરાતમાં કુલ 485059 લોકો ક્વોરેન્ટાઇન હેઠળ છે, જેમાંથી 483653 લોકો હોમ ક્વોરેન્ટાઇન  હેઠળ છે, 1406 સરકારી ફેસિલિટીમાં ક્વોરેન્ટાઇન હેઠળ છે. અમદાવાદ અને સુરત બાદ હવે વડોદરા જિલ્લામાં કોરોના કેસની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. આજે 118 નવા કેસ વડોદરા જિલ્લામાં સામે આવ્યા હતા. આ સિવાય રાજકોટમાં પણ 90 કેસ નવા સામે આવ્યા છે.

આજની નવા કેસોની જિલ્લાવાઇઝ વિગત...

સુરત 238 કેસ

અમદાવાદ 151 કેસ

વડોદરા 118 કેસ

રાજકોટ 90 કેસ

જામનગર 28 કેસ

ભાવનગર 44 કેસ

ગાંધીનગર 32 કેસ

જૂનાગઢ 44 કેસ

મહેસાણા 34 કેસ

કચ્છ 27 કેસ

ખેડા 21 કેસ

અમરેલી 20 કેસ

પંચમહાલ 20 કેસ

ભરૂચ 19 કેસ

સુરેન્દ્રનગર 18 કેસ

વલસાડ 16 કેસ

ગીર સોમનાથ 15 કેસ

મોરબી 14 કેસ

સાબરકાંઠા 14 કેસ

બોટાદ 12 કેસ

દાહોદ 11 કેસ

મહીસાગર 11 કેસ

નવસારી 9 કેસ

પાટણ 7 કેસ

આણંદ 6 કેસ

નર્મદા 6 કેસ

બનાસકાંઠા 2 કેસ

તાપી 2 કેસ

અરવલ્લી 1 કેસ

છોટા ઉદેપુર 1 કેસ

ડાંગ 1 કેસ

દેવભૂમિ દ્વારકા 1 કેસ

પોરબંદર 1 કેસ

(ગુજરાત સરકારે જાહેર કરેલા આંકડા)

દેશની વાત કરીએ તો 6 ઓગસ્ટ સવારે 8 કલાક સુધીના રિપોર્ટ મુજબ દેશમાં નવા 56282 કેસ સામે આવ્યા છે, જેની સાથે કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 1964536 પર પહોંચી ગઈ છે અને અત્યારસુધીમાં દેશમાં 40699 લોકોના મોત થયા છે. જ્યારે 595501 એક્ટિવ કેસ છે અને 1328336 સાજા થયા છે. આજે 46121 લોકો સાજા થયા છે. આજે 904 લોકોના મોત થયા છે. કુલ ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 664949 ટેસ્ટ થયા છે અને અત્યારસુધીમાં કુલ 22149351 ટેસ્ટ થયા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 468265 કન્ફર્મ કેસ છે, જ્યારે ત્યારબાદ તામિલનાડુમાં 273460 કેસ છે. આંધ્ર પ્રદેશમાં પણ 186461 કેસ છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં 16476 મોત થયા છે, જ્યારે તામિલનાડુમાં 4461 અને આંધ્ર પ્રદેશમાં 1681 મોત થયા છે. મહારાષ્ટ્રમાં આજે 10309 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે તામિલનાડુમાં 5175 અને આંધ્ર પ્રદેશમાં 10128 કેસ નવા સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 305521 લોકો રિકવર થઇ ગયા છે, જ્યારે તામિલનાડુમાં 214815 અને આંધ્ર પ્રદેશમાં 104354 લોકો રિકવર થઇ ગયા છે.

અન્ય રાજ્યોની વાત કરીએ તો કર્ણાટકમાં 6259 ઉત્તર પ્રદેશમાં 2948, પશ્ચિમ બંગાળમાં 2752, તેલગાંણામાં 2012, બિહારમાં 2460 અને આસામમાં 2886 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે વિશ્વની વાત કરીએ તો કુલ 18,575,326 પોઝિટિવ કેસો દુનિયામાં આવી ગયા છે અને 701,754 લોકોના મોત થયા છે. આજે દુનિયાભરમાં 220,984 નવા કેસ સામે આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp