'તું મારી પત્ની બની જા' કહી સાવકા પિતાએ દીકરી પર 1 મહિનો દુષ્કર્મ આચર્યું

PC: youtube.com

રાજ્યમાં અવાર નવાર બળાત્કારના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે પાલનપુરના કરજોડા ગામમાં પિતા-પુત્રીના સંબંધોને કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક સાવકા પિતાએ 13 વર્ષની માસૂમ દીકરી પર એક મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર ઘટના 181 મહિલા અભયમના ધ્યાને આવતા તેમણે આ બાબતે પોલીસને જાણ કરી હતી. તેથી પોલીસ જ સમગ્ર મામલે ફરિયાદી બનીને નરાધમ પિતાની ધરપકડ કરી હતી અને તેની સામે IPCની કલમ 376-2, 376-3, 506-2 અને પોક્સો એક્ટની કલમ 4, 6, 10 અને એક્ટ્રોસીટી એકટની કલમ 3, 2 અને 5 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર પાલનપુરના કરજોડા ગામમાં પરિણીતા પહેલા પતિથી થયેલી 13 વર્ષની દીકરી અને બીજા પતિથી થયેલી બે વર્ષની દીકરી અને પતિ સાથે રહેતી હતી. પત્ની ઘર છોડીને ચાલી ગઈ હોવાના કારણે સાવકા પિતાએ પત્નીની પહેલા ઘરની 13 વર્ષની દીકરી પર નજર ખરાબ કરી હતી અને તેને 13 વર્ષની દીકરીની એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સાવકો પિતા તેની પુત્રીને કહેતો હતો કે, તારી મા મને છોડીને ચાલી ગઈ છે તો તું મારી પત્ની બની જા. આ ઉપરાંત મારી નાખવાની ધમકી આપીને પણ તે દીકરી સાથે દુષ્કર્મ ગુજારતો હતો. એક મહિના સુધી 13 વર્ષની સગીરા નરાધમે દુષ્કર્મ આચર્યું હતું.

આ સમગ્ર ઘટના મહિલા અભયમ હેલ્પલાઇન 181ને ધ્યાને આવતા આવતા અભયમની ટીમ દ્વારા ઘટના સ્થળ પર તપાસ કરવામાં આવી હતી અને 13 વર્ષની સગીરાએ અભયની ટીમને સાવકો પિતા તેના પર એક મહિનાથી દુષ્કર્મ આચરતો હોવાની વાત કરી હતી. જેથી અમને તાત્કાલિક સમગ્ર મામલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં 13 વર્ષની સગીરાને સોંપી હતી. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના ASI મહંમદશરીફ ઇબ્રાહિમે સમગ્ર મામલે સાવકા પિતા સામે સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો ગુનો નોંધાવ્યો હતો. જેથી પાલનપુર તાલુકા પોલીસે ASI મહંમદશરીફની ફરિયાદ લઇ સમગ્ર મામલે નરાધમ પિતા સામે IPCની કલમ 376-2, 376-3, 506-2, પોકસોની કલમ 4, 6, 10 એક્ટ્રોસીટીની કલમ 3, 2 અને 5 મુજબ ગુનો નોંધી સમગ્ર મામલે નરાધમ પિતાની અટકાયત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઉલ્લેખનિય છે કે, સાવકા પિતાની હેવાનિયતનો ભોગ બનેલી દીકરીની માતાએ પહેલા લગ્ન કર્યા હતા ત્યાં આ દીકરીનો જન્મ થયો હતો અને ત્યારબાદ તેને દીકરીને સાથે લઈને અમદાવાદ સાબરમતી ડી-કેબીન વિસ્તારમાં કાળીગામના 35 વર્ષના આ શખ્સ સાથે લગ્ન કર્યા હતા અને બીજા લગ્નમાં પણ પરિણીતાએ બે વર્ષની દીકરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp