થરાદ-રાધનપુર હાઈ-વે પર તેલના ટેન્કરનો અકસ્માત થતા, લોકોએ મચાવી તેલની લૂંટ

PC: youtube.com

બનાસકાંઠાના થરાદ-રાધનપુર હાઈ-વે પર આવેલા રાણકપુર પાસે તેલ ભરેલું એક ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેન્કર લીકેજ થવાના કારણે રસ્તા પર તેલ ફરી વળ્યું હતું. જેથી વાહન ચાલકોને રસ્તો પસાર કરવામાં ખૂબ મુશ્કેલોનો સામનો કરવો પડ્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ટ્રકના આગળના ભાગનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. આ ઘટનાની જાણ લોકોને થતા ગામ લોકો ઘટના સ્થળ પર એકઠાં થઇ ગયા હતા.

ટેન્કરમાંથી તેલ નીકળતું જોઈને સ્થાનિક લોકો પોતાના ઘરેથી વાસણ લઇને આવ્યા હતા અને તેમણે તેલ લેવા માટે પડાપડી પણ કરી હતી. આ ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જોકે, આ ઘટનામાં કોઈને ઈજાઓ થવા પામી છે કે, નહીં તેની કોઈ પણ સત્તાવાર માહિતી મળી શકી નથી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આ પ્રકારના અકસ્માતના કિસ્સાઓ ઘણીવાર બની ચુક્યા છે. કેટલાક મહિનાઓ પહેલા કપાસિયા ભરેલું ટેન્કર સાપુતારાથી નીચે ઘાટ માર્ગ પર આવી રહ્યું હતું ત્યારે આ ટેન્કર માલેગામ પાસે કોઈ કારણોસર અચાનક પલટી મારી ગયું હતું. જેના કારણે ટેન્કરમાં રહેલું તેલ રસ્તા પર ફરી વળતા રસ્તો પર ચીકણો બની ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp