મહેસાણા કોર્ટમાં 1લી માર્ચે સી આર પાટીલને હાજર રહેવાનું ફરમાન

ગુજરાતની મહેસાણા કોર્ટે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને 1લી માર્ચે કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કર્યું છે. આ કેસની વિગત એવી છે કે, વર્ષ 2022માં ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં એક વ્યકિતનો ફોન આવ્યો હતો અને તે પોતાની ઓળખ ભારત સરકારના સેક્રેટરી વિવેક કુમાર તરીકે આપતો હતો. એ પછી ઘણી વખત વિવેક કુમારના ફોન આવતા રહ્યા હતા. વિવેક કુમાર સી આર પાટીલને પણ ફોન કરતો અને સંગઠનમાં કોઇકના નામની ભલામણ કરતો હતો.

મુખ્યમંત્રી કાર્યાલયના કર્મચારીઓને શંકા જતા તેમણે ATSને ફરિયાદ કરી હતી અને ATSએ વિવેક કુમારની ધરપકડ કરી હતી. જ્યારે કોર્ટમાં બધા તથ્યો રજૂ કરવામાં આવ્યા ત્યારે કોર્ટે કહ્યુ કે, આમાં સાક્ષી તરીકે સી આર પાટીલનું નામ કેમ નથી? એમને સાક્ષી તરીકે કોર્ટમા હાજર કરો.1 માર્ચે કોર્ટે સી આર પાટીલને હાજર રહેવાનો આદેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp