અલ્પેશની ઠાકોર સેનામાં ભંગાણ, મહેસાણામાં મોટો ઝટકો મળ્યો

PC: youtube.com

મહેસાણા ક્ષત્રીય સમાજની ઠાકોર સેનામાં બે ફાંટા પડ્યા છે. અલ્પેશ ઠાકોરના સાથી અને મહેસાણા જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોર તેમના અનેક ટેકેદારોએ ઠાકોર સેનામાંથી રાજીનામાં આપી દીધા છે. ઠાકોર સેનાના જ કાર્યકર્તાઓને અલ્પેશ ઠાકોરે સમાજ સાથે દગો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

એક રીપોર્ટ અનુસાર ગઈ કાલે મહેસાણા ઠાકોર સેનાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોર સહીત તેમના ટેકેદારોએ રાજીનામાંઓ આપીને રાષ્ટ્રીય ઠાકોર સેના નામનું નવું એક સંગઠન ઉભું કર્યું છે. આ સંગઠનના પ્રમુખ પદ પર રામજી ઠાકોર રહ્યા છે. ઠાકોર સેનાના આ નવા સંગઠન દ્વારા ઠાકોર સમાજની કેટલીક માંગણીઓની રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર જયારે કોંગ્રેસમાં રહીને ઠાકોર સેનાનું પ્રતિનિધિત્વ કરતા હતા. તે સમયે તેઓએ વિધાનસભાની ચૂંટણી સમયે ખેરાલુ બેઠક પરથી રામજી ઠાકોરને ટિકિટ અપાવી હતી. પરંતુ તેમની હાર થઇ હતી. કોંગ્રેસના આ ઉમેદવાર અપક્ષના ઉમેદવાર પછી ત્રીજા ક્રમ પર રહ્યા હતા. ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભીનો પાટણ લોકસભા બેઠક પરથી વિજય થતા ખેરાલુ વિધાનસભાની બેઠક ખાલી થશે અને આ બેઠક પર ફરીથી પેટા ચૂંટણી યોજાશે.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી સમયે જ અલ્પેશ ઠાકોરે કોંગેસ સાથે છોડો ફાડ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવારની સામે પ્રચાર કર્યો હતો. અલ્પેશ ઠાકોરના કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા પછી ઠાકોરસેનામાં પણ કેટલીક જગ્યા પર વિવાદ થયો છે અને ઘણી જગ્યા પરથી ઠાકોર સેનાના કાર્યકર્તાઓ રાજીનામાંઓ આપી રહ્યા છે. ત્યારે હવે હવે જોવાનું એ રહે છે કે, મહેસાણામાં ઠાકોર સમાજનું બનેલુ નવું સંગઠન રાજકીય પક્ષ માટે કામ કરે છે કે, સમાજ માટે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp