125 ફૂટની ઊંચી પાણીની ટાંકી પર ચડી ગયું બળદ

PC: news18.com

હરિયાણાના રેવાડી જિલ્લામાં બાવલના ખેડા મુરાર રોડ સ્થિત 125 ફૂટ ઊંચી એક પાણીની ટાંકી પર એક અનોખી ઘટના જોવા મળી હતી. ત્યાં એક બળદ પાણીની ટાંકી પર ચડી ગયો હતો. એવું જાણવા મળ્યું હતું કે, આ સાંઢ પગથિયાની મદદથી ઉપર સુધી પહોંચ્યો હતો. પછી તે ત્યાં ફસાઈ ગયો. ટાંકી પરના દરવાજા પાસે જ્યારે લોકોએ બળદને જોયો ત્યારે તંત્રને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ફાયર સ્ટાફ અને ગૌરક્ષા યુવા ટૂકડીએ તેને ત્યાંથી નીચે ઊતારવા માટે પ્રયત્નો શરુ કર્યા. આ રેસક્યુ ઓપરેશનમાં આઠ કલાકનો સમય વીતી ગયો હતો. ખેડા મુરાર રોડ પર એક મહાકાય પાણીની ટાંકી આવેલી છે. જેમાં ઉપર સુધી જવા માટે ગોળાકારમાં પગથિયા છે.

બુધવારે આ બળદ ક્યારે ઉપર સુધી પહોંચી ગયો એની કોઈને જાણ ન રહી. પરંતુ, જગ્યા ન હોવાને કારણે તે ત્યાં ફસાઈ ગયો. ગુરુવારે ત્યાંથી પસાર થતા કેટલાક લોકોની નજર ત્યાં પડી અને તંત્રને જાણ કરવામાં આવી. થોડ જ વારમાં ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા. ત્યાર બાદ એક રેસક્યું ઓપરેશન શરુ કરવામાં આવ્યું. વિશાળ ક્રેઈનની મદદ લેવામાં આવી હતી. SDM રવિન્દ્ર કુમારના આદેશ પર તલાટી અને પોલીસ સ્ટાફ ત્યાં હાજર થઈ ગયો હતો.

આ ઓપરેશનમાં ગૌસેવા મંડળના યુવા કાર્યકરો, પશુ ચિકિત્સકો, પશુ પ્રેમીઓ ત્યાં આવી પહોંચ્યા હતા. સૌથી વિકટ પ્રશ્ન એ હતો કે, તેને ત્યાંથી કેવી રીતે નીચે ઊતારી શકાય. આ માટે સૌ પ્રથમ પશુ ચિકિત્સકોની ટીમે સૌ પ્રથમ બળદને બહોશ કરવા ઈન્જેક્શન મારવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેને દોરડાથી બાંધીને ક્રેઈનમાં પોરવવામાં આવ્યો. ત્યાર બાદ ક્રેઈનને અમુક અંશે ફેરવીને તેને નીચે ઊતારવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp